હાલોલ:
હાલોલ તાલુકા માં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા ચોક્કસ બાતમીના આધારે હાલોલ બીલીયાપુરા ગામના સીમમાં જાડી જાખરા વાળી જગ્યામાં ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ કરતા હતા, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એચ. એ. રિશીન તથા તેમની ટીમે ગુરુવારે રાત્રે 10 કલાકે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નાશ ભાગ મચી જવા પામી હતી.
રેડ વાળી જગ્યા ઉપરથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને bolero ગાડી સાથે આરોપી મસ્તાન ખાન ઉર્ફે ભટલો ઝડપાઈ ગયા હતા.
રેડ વાળી જગ્યા ઉપરથી બોલેરો ગાડી કિંમત રૂપિયા દસ લાખ. ગાડીમાં કવરિંગ કરેલો માલ વેફર નમકીન ₹30,000. કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર 500 ml 1172 નંગ. કોરોના એક્સ્ટ્રા સુપર પ્રીમિયમ બિયર 500 એમએલ 168 નંગ. ગ્લોબલ ગ્રીન પ્રીમિયમ વિસ્કી 180 ml 960 નંગ. મેજિક મોમેન્ટ રેમિક્સ ઓરેન્જ ફ્લેવર રેડિયન્ટ વોડકા 180 ml 960 નંગ. વાઈટ લેસ વોડકા 180 ml 1440 નંગ. ઓલ સીઝન ગોલ્ડન વીસ્કી 180 ml 480 નંગ. રોયલ રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી 180 ml 1680 નંગ. તથા એક મોબાઇલ જેની કિંમત 5000 રૂપિયા આ બધું મળીને કુલ જેની કિંમત 18,25,280 નો મુદ્દા માલ કબજે કરી ફરિયાદ નોંધવામાં આવી છે અને મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર મોહસીમ મુસ્તાક શેખ, રાજુભાઈ જલારામ સમોસા, અનિલ મોચી, જીગો, તથા વિદેશી દારૂની હેરાફેરી કરવા વાળો બોલેરો પીકપ ગાડી નો માલિક આ બધા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.