હાલોલ: હાલોલ જેપુરા ગામમાં નીલગાય કુવામાં પડી હતી. ભારે વરસાદના કારણે ઘણા સમય બાદ ગામવાળાને ખબર પડતા વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને નીલ ગાયને બહાર કાઢવા માટે નગરપાલિકા હાલોલ ની ફાયર ટીમની માંગણી કરી હતી.
જેથી હાલોલ નગરપાલિકા ફાયર ટીમ તત્કાળ જેપુરા ગામે પહોંચી ગઈ હતી અને ઘણી જહેમત બાદ નીલ ગાયને બહાર કાઢવામાં આવી હતી.
અતિશય વરસાદ અને કુવામાં પાણી વધારે હોય તેના કારણે નીલગાય ના પ્રાણ પંખેડું ઉડી ગયા હતા. આગળની કાર્યવાહી વન વિભાગ હાલોલ દ્વારા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.