Vadodara

હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી

હાઇકોર્ટમાં ડિવોર્સ કેસ: પત્નીની સતત ગેરહાજરીથી અદાલતનું કડક વલણ

વડોદરા:
કતારમાં રહેતા 29 વર્ષીય એનઆરઆઇ પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી ડિવોર્સ પિટિશનમાં અદાલતે તેમની પત્ની વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટ તથા ફેમીલી કોર્ટની વારંવારની નોટિસો, તાકીદો અને જાહેરનામાં છતાં પણ પત્ની કેસની સુનાવણીમાં હાજર ન રહેતાં હાઇકોર્ટે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કેસની આગામી સુનાવણી આવતા સપ્તાહે રહેશે.

લગ્નજીવનમાં તણાવ બાદ છૂટાછેડા માટે અરજી

અરજદાર પતિએ રજૂઆત કરી હતી કે 2022માં વડોદરામાં થયેલા લગ્ન બાદ ટૂંક સમયમાં જ દાંપત્ય જીવનમાં ભારે મતભેદો સર્જાયા હતા. જેના પગલે તેમણે હિંદુ મેરેજ એક્ટની કલમ–12 હેઠળ લગ્ન રદ્દ કરવાની (Annulment) અરજી ફેમીલી કોર્ટમાં કરી હતી.

પરંતુ, repeated સમન્સ છતાં પત્ની ક્યારેય હાજર રહી નથી. અરજદારના દાવા મુજબ, પત્ની હવે બીજા લગ્ન પણ કરી ચૂકી છે અને તેમને કેસર્યા કરવા માટે જ કોર્ટ પ્રોસીડીંગ્સ ટાળી રહી છે.


ફેમીલી કોર્ટનો નિર્ણય અને હાઇકોર્ટમાં પડતર પિટિશન

ફેમીલી કોર્ટે પત્નીની ગેરહાજરી વચ્ચે કેસ નામંજૂર કર્યો હતો અને કહ્યું હતું કે: અરજદાર હિંદુ વિધિ મુજબ લગ્ન થયા ન હોવાનો પુરાવો આપી શક્યા નથી. તેથી લગ્ન ‘ફોક’ ગણાવવા યોગ્ય નથી.


આ નિર્ણય સામે પતિએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે:

લગ્ન પરંપરાગત હિંદુ વિધિ વિના થયા હોવાથી તે માન્ય નથી,

પત્ની બીજા લગ્ન કરી ચૂકી છે,

તેમ છતાં કોર્ટની નોટિસ, અખબારી જાહેરાતો અને સોશ્યલ મીડિયા દ્વારા અનેકવાર જાણ કરાયા છતાં તે હાઇકોર્ટમાં પણ હાજર નથી.
હાઇકોર્ટનો કડક હુકમ

સમગ્ર હકીકતોને ધ્યાનમાં લઈ હાઇકોર્ટે કહ્યું કે પત્નીની વારંવારની ગેરહાજરીથી કેસ અનાવશ્યક રીતે લંબાઈ રહ્યો છે, જેને કારણે અરજદારને ન્યાય મળવામાં વિલંબ થાય છે. તેથી અદાલતે પત્ની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કરવાનો હુકમ કર્યો.

કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહે થશે.

Most Popular

To Top