પૂર્ણ પાણી ઓસર્યા બાદ ચાર કલાકની મુલાકાત થી દિલ્લી હાઈકમાંડ નારાજ
પ્રજા દ્વારા ધારાસભ્ય, દંડક અને ચૂંટાઈને આવેલા નગરસેવક નો વિરોધ બાદ હાઈકમાંડ ના આદેશ બાદ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય બાળુ શુક્લા, મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યોહતો. આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે તેનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ગત ગુરૂવારે સવારે વડોદરા શહેરના કોયલી ફળિયામાં કાંસમાં તણાઈ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના આપવા ગયેલા વડોદરા શહેર વાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું. વડોદરામાં પૂર અને ભારે વરસાદના કારણે કોયલી ફળિયામાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાણીનો નિકાલ કરવા માટે વરસાદી કાંસની ગટરનું ઢાંકણું ખોલવામાં આવ્યું હતું. જે ખુલ્લી કાંસમાં કોયલની ફળિયામાં રહેતા લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર (29) તણાઈ ગયો હતો. કાંસમાં તણાઈ ગયેલા યુવાનનો પત્તો મળ્યો નથી આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે રાત્રેથી વહેલી સવાર સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ, બધા જ મુખ્ય માર્ગે જવાનું થયું. તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ ભારે પૂરનો સામનો કર્યો છે. અનેક દિવસ સુધી સૌએ એક થઇને મુશ્કેલ ઘડીમાં એકબીજાની સહાય કરી હતી. વડોદરાના નાગરિકોને મળવાનું થયું. આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ-રાત એક કરીને સફાઈ કર્મચારીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યો, હવે કચરાના ઢગલાઓ સાફ કરવા મોટી ટીમો કામે લાગી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની તાબડતોડ મુલાકાત લીધી હતી અને તાત્કાલિક ધોરણે સફાઈની અને કેશ ડોલની કામગીરી સાથે મેડિકલ ટીમ અને સ્વચ્છતા માટે ની જાહેરાત કરી લોકોને મદદ પહોંચાડવાના આદેશ આપ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ હર્ષ સંઘવી વડોદરાની ચાર કલાક ની મુલાકાત પછી સુરત પાછા ફરતા હાઈકમાંડ નારાજ હોવાનું સામે આવ્યું હતું તેને લઈ તાબડતોડ હર્ષ સંઘવી રાતોરાત ટ્રેનમાં વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને વડોદરાના વિસ્તારોમાં ફરી મદદ કરવાનું શરૂ કરાયું હતું.