હમણાં બે અકસ્માત થયા. નેશનલ હાઇવે પર પહેલો અકસ્માત કોસંબાથી અરેણ તરફ જતા ડમ્પરે અને બીજો અકસ્માત કીમ ચાર રસ્તા ખાતે પાલોદ પાસે ડમ્પર ડ્રાઇવરના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બન્યો.જેનાથી અનુક્રમે બાર તથા પંદર જેટલા નિર્દોષ શ્રમજીવીઓ જે રાત્રે ફુટપાથ પર સૂતા હતા તેઓને કચડીને મૃત્યુમાં ધકેલી દીધા. આ ગોઝારો અકસ્માત વાંચતા હૃદય દ્રવી ઉઠયું.
આવા અકસ્માતો નિવારવા શું સરકારએ ઘરવિનાના શ્રમજીવીઓ માટે રાત્રે ફકત સૂવા માટે વ્યવસ્થા ન કરી શકે? સરકાર કરોડો રૂપિયા મેટ્રો, બુલેટ ટ્રેન કે મોટા ઉદ્યોગો સ્થાપવા કરી શકે છે તો આ સુવિધા કરવા નમ્ર વિનંતી છે. જેથી ભવિષ્યમાં આવા નિર્દોષ શ્રમજીવીઓના જાન બચી શકે. કે જેઓ ચોમાસામાં, ઉનાળામાં અને શિયાળામાં કડકડતી ઠંડીમાંપણ સખત મજૂરી કરી પૈસા રળે છે.
સુરત -દિપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.