પ્રતાપનગર રેલવે કોલોનીના મેદાનમાં આવેલું હાઈમાસ્ટ પડતા એક યુવાન ચગદાઈ જતાં તેના મૃતદેહને બહાર કાઢવા માટે હાઈમાસ્કને કાપવું પડયું હતું. અને યુવકના મૃતદેહના અવશેષોને એકત્ર કરીને વધુ કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના સમયે તેનું મેઇન્ટેનન્સનું કાર્ય ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ત્રણ લોકો કામ કરતા હતા. આ ઘટનામાં બે કર્મીઓનો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રતાપનગર રેલવે કોલોનીના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાત્રીના સમયે રમાનાર મેચો માટે અજવાળાની વ્યવસ્થા થાય તે ઉદ્દેશ્યથી મુંબઈની એજન્સીઓ દ્વારા કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા. આ કર્મીઓ દ્વારા હાઇમાસ્ટનું મેઇનન્ટેનન્સ કાર્ય કરવામાં આવતું હતું. દરમિયાન લાઇટનું આખુંકેજ પડતા એક ચગદાયો હતો. કર્મચારી ગંભીર રીતે છુંદાઈ જતા તેનો મૃતદેહ રેસ્ક્યુ કરવા માટે હાઈમાસ્ટને કાપવો પડ્યો હતો. અને બાદમાં તેના અવશેષો એકત્ર કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલાની મકરપુરા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
લાશ્કરોએ મીડિયાને જણાવ્યું કે, અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો. કે પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. ત્યાં લાઈટના થાંભલા પર મૃતદેહ લટકી રહ્યો છે. ઘટના સ્થળે તરફ હાઈ માસ્ટ લાઈટો આવેલી હોય છે. તે કેબલથી ઉપર-નીચે થતી હોય છે. તે વ્યક્તિ કામ કરતો હતો. દરમિયાન લાઈટનું આખુ સેટઅપ તેના પર પડ્યું છે. જેથી તેનું મોત નિપજ્યું છે. મૃતક કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. પહેલા લાઈટના સેટઅપને નુક્શાન ના જાય તે રીતે મૃતદેહનું રેસ્ક્યુ કરવાનો પ્રયાસ હતો. પરંતુ તે પ્રમાણે ન થઇ શક્તા, હાઇડ્રોલીક કટર મારફતે એંગલના ચારેય તરફ કટ મારીને મૃતદેહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.