લીમખેડા: શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના ૭ બાળકોએ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં લીમખેડા ની શ્રી હસ્તેશ્વર શાળાના સાત વિદ્યાર્થીઓ એ-1ગ્રેડ સાથે પાસ થયા હતા . જેમાં ભૂરિયા આયુષીએ 99.81 પી.આર સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં ટોપટેન માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું . સાથે નિયતિ ભૂરિયા 98.71 પી આર સાથે બીજો તેમજ ખાંટ ભૂમિકા 97.88 પી.આર સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થઈ હતી. અંગ્રેજી માધ્યમ માં પણ ૧૦૦ ટકા પરિણામ સાથે શ્રી હસ્તેશ્વર સ્કૂલે જિલ્લાની પ્રથમ હરોળની શાળાઓ માં સ્થાન મેળવ્યું હતું. જેમાં ચૌહાણ હિમાની 97.27 પી આર સાથે પ્રથમ , શ્રુતિકા પારગી 97.02 પી આર સાથે બીજા નંબરે તેમજ મુનિયા પ્રિયલ 93.91 પી આર સાથે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા હતા ઉત્તીર્ણ થયેલા તમામ વિધાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી