વારંવાર ડ્રગ્સ પકડાવું તેમાં પણ દરિયા કિનારે બિનવારસી ડ્રગ્સ મળી આવવું. આ બિનવારસી ડ્રગ્સમાંથી કેટલુંક ચોરાઈ પણ ગયું હોય જે આપણા યુવા વર્ગને ખોટા માર્ગે દોરવાનું કાવતરું હોઈ શકે પરંતુ સવાલ એ થાય છે કે, આ પકડાયેલ ડ્રગ્સનું થાય છે શું? (2) દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગતા કરોડો રૂપિયા બળેલી હાલતમાં મળ્યા, ન્યાયમૂર્તિ જે ન્યાય આપનાર તે જ અન્યાય કરે? (3) G.S.T. વિભાગના 80 હજારનો પગારદાર 15 હજારની લાંચ લેતા ઝડપાયો! (4) હાલમાં ગુનાખોરોની યાદી તૈયાર કરવામાં આવી છે તે મુજબ 8374 ગુનાખોર ટપોરી સરેઆમ ફરતા રહે ત્યારે જે તે સમયે ગુનો કરનારને તાત્કાલિક સજા કેમ નહી?
જો આ ગુનેગારોને ચેતવણી આપી છોડી મૂકવામાં આવશે તો પોલીસ કર્મીની મહેનત પાણીમાં જશે. (6) સાત વર્ષમાં 9 કોર્પોરેટર તોડ પાણીમાં ખરડાયા, બોલો પ્રજાના સેવક કેવી સેવા કરે છે? આમ જનતા ગરીબાઈની રેખા નીચે આવી રહી છે. સચ્ચાઈથી જીવવું અશક્ય થઈ ગયું છે. ખોટુ કરવાની હિંમત વધતી જાય છે. યુવાધન નિરાશા અનુભવી રહ્યું છે. આ બાબતે યોગ્ય કરવામાં ન આવશે તો ભ્રષ્ટાચારનો ભોરિંગમાં ભારત અટવાઈ પરિણામ એ આવ્યું કે સુખી દેશોની યાદીમાં ભારત 118માં ક્રમે આવેલ છે. જેમાં નેપાળ અને પાકિસ્તાન ભારત કરતા આગળ છે!
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સન્માનિત સ્ત્રીઓની કેટલીક જવાબદારીઓ
તાજેતરમાં મહિલાદિન ઉજવાઈ ગયો. ઘણી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હશે, સમાજ આ રીતે મહિલાઓનું સન્માન કરે એ યોગ્ય ગણાય પરંતુ જ્યારે આપણું સન્માન થાય ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. જે ક્ષેત્રમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય એની જવાબદારી વધી જાય છે. પોતાની ઓફિસના કાર્યમાં એણે વધારે ધ્યાન આપવું જોઇએ. શાળાની શિક્ષિકાઓનું સન્માન કરવાથી એમને પ્રોત્સાહન મળે છે. બાળકોને શિક્ષણમાં તે નવી નવી પદ્ધતિ દાખલ કરી તેઓમાં રહેતી આંતરિક શક્તિઓને બહાર લાવી તેઓને સારા નાગરિક બનાવવા પ્રયાસ કરવો જોઈએ. ઘરની વડીલ સ્ત્રીએ હંમેશા પોતાના સારા વર્તન દ્વારા બાળકોને સંસ્કારવા જોઈએ.
વિનય પ્રામાણિકતા મદદ કરવાની વૃત્તિ, બીજાને આદર સન્માન આપવાનો સ્વભાવ હંમેશા બાળકોને પોતની માતા તરફથી મળે છે. તેથી માતાએ આવા સંસ્કાર બાળકોમાં કેળવવા જોઈએ. બાળકોને વિચારશીલ બનાવવા બોધદાયક નાની નાની વાર્તાઓના પુસ્તકો વાંચવાની ટેવ પાડવી. સમાજની અનેક સ્ત્રીઓ ભણેલી હોય છે. તેઓ નોકરી નથી કરતી. તો તેણે પોતાના વિસ્તારમાં સુંદર કાર્ય કરી સમાજને સુઘડ બનાવી શકે છે. આ રીતે મહિલાઓ પોતાના સન્માનની જવાબદારીઓ નિભાવશે તો મહિલાદિન ઉજવેલો સાર્થક ગણાશે.
સુરત – રેખા ન.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
