નસવાડી તાલુકાના તણખલા, ગઢબોરિયાદ અને નસવાડી નગરના વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખ્યા
વેપારીઓ ભેગા થઈને નસવાડીના સ્ટેશન વિસ્તારમાં પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા
નસવાડી: કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીએ પર્યટકો ઉપર ગોળીબારી કરી, જેમાં 27 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ મૃતકોની આત્માની શાંતિ માટે નસવાડીના વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખી પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચાર કર્યા અને પાકિસ્તાન સામે યુદ્ધ એજ આખરી ઉપાય છે તેવી વેપારીઓએ માંગ કરી છે .

નસવાડી તાલુકાના તણખલા , ગઢબોરિયાદ અને નસવાડીના વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખ્યો હતો. વેપારીઓએ ભેગા થઈને નસવાડીના સ્ટેશન વિસ્તારમાં પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા . મૃતકો ની આત્મા ને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

નસવાડી તાલુકામાં સદંતર બજારો બંધ રહેતા તમામ વેપારીઓએ બંધમાં સમર્થન આપ્યું હતું. વારંવાર પાકિસ્તાન આતંકવાદીઓને ભારત દેશ માં મોકલી ને હુમલા કરાવે છે, જેને લઈને લોકોમાં આક્રોશ છે. જયારે વેપારીઓએ માંગ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાકિસ્તાન સામે યુદ્ધ કરી અને જડબાતોડ જવાબ આપે અને તેઓના ઘરમાં ઘુસી ને આતંકવાદીઓનો ભારતીય સેના સફાયો કરે. ત્યારે જ પાકિસ્તાનની શાન ઠેકાણે આવશે. જયારે પાકિસ્તાન વર્ષોથી આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે અને અલગ અલગ દેશો માં આતંકવાદીઓ હુમલા કરે છે. જેનાથી નિર્દોષ લોકોના મોત થાય છે. હાલ તો તમામ બજારો બંધ રહેતા નસવાડીની એકતા જળવાઈ રહી હતી.
નસવાડી વેપારી મંડળ ના પ્રમુખ સલીમભાઇના જણાવ્યા મુજબ વેપારીઓને જાણ કરાતા તમામ વેપારીઓ સાથ સહકાર આપેલ છે તે સારી બાબત છે. નસવાડી ગામની એકતા વર્ષોથી છે તે જળવાઈ રહી છે. સવાડી નું વેપારી સંગઠન છોટાઉદેપુર જિલ્લામાં સારું છે તેનો આ નમૂનો છે