વડોદરા: આગામી 15મી ઓગસ્ટ ને લઇ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા આ વર્ષે સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ ની થીમ જાહેર કરી છે ત્યારે સરકારના વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ તમામ વિભાગોને આવરી લેવામાં આવશે ત્યારે પોલીસ હેડ કવાર્ટર પ્રતાપનગર ખાતે પોલીસ જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.