પ્રતિનિધિ વાડોદરા તા.28
હાલોલ વડોદરા રોડ પર જરોદ બાયપાસ રોડ કિચ ચોકડી પાસેથી હરિયાણાથી અંજાર તરફ જઇ રહેલા 76.13 લાખનો વિદેશી દારૂ ભરેલા ટેન્કરને જિલ્લા એલસીબની ટીમે ઝડપી પાડ્યું હતું. વિદેશી દારૂ , મોબાઇલ અને ટેન્કર મળી રૂ. 91.18 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસને સુપ્રત કર્યો હતો. દિવાળીની તહેવારમાં રેલમછેલ કરવા માટે બૂટલેગરો મોટીમાત્રામાં અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે. જેને લઇને જિલ્લાપોલીસ દ્વારા ચેક તથા હાઇવે પર પેટ્રોલિંગ સઘન બનાવી દીધુ છે. દરમિયાન જિલ્લા એલસીબીની પીઆઇ કુણાલ પટેલની માર્ગદર્શન હેઠળ ટીમના જવાનો 27 ઓક્ટોબરના રોજ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટેન્કરમાં દારૂ ભરીને ચાલક હાલોલથી વડોદરા તરફ આવી રહ્યો છે. જેના આધારે એલસીબીની ટીમે હાલોલ વડોદરા હાઇવે પર જરોદ બાયપાસ કિચુ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના ટેન્કર આવતા પોલીસે તેને ઉભુ રખાવ્યુ હતું. તેમાં ચાલક જોગારામ ડાલુરામ જાટ (રહે. ખુડાલા આસુઓકી ઢાણી તા. સીણધરી, જિ. બાડમેર રાજસ્થાન બેઠેલો હોય તેને નીચે ઉતારીને ટેન્કરમાં તપાસ કરતા રૂ. રૂ. 76.13 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેથી એલસીબીએ વિદેશી દારૂ, મોબાઇલ અને ટેન્કર રૂ. 15 લાખ મળી રૂ. 91.18લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે જરોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.