Vadodara

હરણી સ્થિત સીતારામ નગરમાં જૂગાર રમતા આઠ ખેલી ઝડપાયા

હરણી વિસ્તારમાં આવેલા સીતારામ નગરમાં ખુલ્લી જગ્યામાં જૂગાર રમતા આઠ ખેલીઓ કુલ રૂ 36,830ના મુદામાલ સાથે ઝડપાયા

આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ 16,830, ચાર નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 20,000મળીને કુલ રૂ.36,830નો મુદામાલ હરણી પોલીસે કબ્જે કર્યો

(પ્રતિનિધિ) વડોદરા તા.19

શહેરના હરણી પોલીસે બાતમીના આધારે હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીતારામ નગરમાં ભોલેનાથના મંદિરની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યામાં પતા પાના અને રૂપિયા વડે હાર જીતનો જૂગાર રમતા આઠ જેટલા ખેલીઓને આશરે કુલ રૂ. 36,830ના મુદામાલ સાથે હરણી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,ગત તા. 18 મી ફેબ્રુઆરીના રોજ શહેરના હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ હરણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સીતારામ નગરમાં ભોલેનાથના મંદિરની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યામાં પતા પાના અને પૈસા વડે હારજીતનો જૂગાર રમતા આઠ ખેલીઓને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી અંગજડતીના રોકડા રૂ. 16,830 તથા ચાર જેટલા મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.20,000મળીને કુલ રૂ. 36,830 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

.૧૮/૦૨/૨૦૨૫

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી આરોપીઓને પકડી પાડતી હરણી પોલીસ

વડોદરા શહેર વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમોના ઉપર અસરકારક રેઇડો કરવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા ડી.સી.પી. ઝોન-૦૪ શ્રી પન્ના મોમાયા સાહેબ તથા એ.સી.પી. એચ ડિવીઝન શ્રી જી.બી.બાંભણીયા સાહેબ નાઓએ તરફથી સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સાહેબ શ્રી એસ.વી.વસાવા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ હરણી પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન અ.હે.કો ભગીરથસિંહ ધીરૂભાઇ બ.નં ૩૧૧૮ નાઓને બાતમી મળેલ કે સીતારામ નગરમાં ભોલેનાથના મંદિર બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસાનીહારજીત નો જુગાર રમી રહ્યા છે તેવી હકિકતને આધારે રેઇડ કરતા નિચે મુજબના આરોપીઓ પકડાઇ ગયેલ અને આરોપીઓ પાસેથી રોકડ રૂ-૧૬.૮૩૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કિમત રૂ- 00/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિમત રૂ. ૨૦,૦૦૦/-મળી કુલ રૂ. ૩૬૮૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલા ખેલીઓના નામ સરનામા

  • (1) નારાયણ મુન્નાભાઇ કુશવાહ રહે બ્રહ્માનગર-2 સોફાના ગોડાઉન વાળી ગલીમાં ખોડીયારનગર પાંજરાપોર રોડ,મુળ રહે સિહારી ગામ તા. ઝાલોન (યુ.પી)
  • (2) જીતુ બલવિરસિંગ કુશવાહ રહે સીતારામનગર ભોલેનાથ મંદિરની ગલીમાં ખોડીયારનગર પાંજરાપોળ રોડ, મુળ રહે રૂરા ગામ તા ઉરઈ જી ગઝાલોન (યુ.પી)
  • (3) દિલીપ માતાપ્રસાદ કુશવાહ રહે સીતારામનગર ભોલેનાથ મંદિરની ગલીમાં ખોડીયારનગર પાંજરાપોળ રોડ,મુળ રહે ગડેરના ગામ સાધુગઢ જી ઝાલોન (યુ.પી)
  • (4) વિનોદકુમાર રવિંદ્ર કુશવાહ રહે બ્રહ્માનગર-2,સોફાના ગોડાઉન વાળી ગલીમાં ખોડીયારનગર પાંજરાપોર રોડ, મુળ રહે રૂરા ગામ તા ઉરઇ જી ઝાલોન (યુ.પી)
  • (5) બંન્ટી રામપ્રકાશ કુશવાહ રહે બ્રહ્માનગર-2 નાળા પહેલા ખોડીયારનગર પાંજરાપોર રોડ, મુળ રહે સેનવા તા ઇંદરગઢ જી દતીયા ગ્વાલીયર (એમ.પી)
  • (6) અભિનય રાકેશકુમાર કોરી રહે બ્રહ્માનગર-2 નાળા પહેલા ખોડીયારનગર પાંજરાપોર રોડ ,મુળ રહે બોહરા ગામ તા માવોગઢ જી જાલોલ (યુ.પી
  • > (7) મનોજ ગુરુદયાલ પાલ રહે અલખધામ સોસાયટી નીકંઠ હોટલની પાછળ રામપુર ગામની બાજુમાં હાલોલ જી પંચમહાલ મુળ રહે ઓરેખીગામ તાજી જાલોણ (યુ.પી)
  • > (8) આંશુકુમાર અરવિદભાઈ ગોયલ રહે સીતારામનગર ભોલેનાથ મંદિરની ગલીમાં ખોડીયારનગર પાંજરાપોળ રોડ, મુળ રહે એકદીલ ગામ ઇટાવા જી ઇટાવા (યુ.પી)

Most Popular

To Top