ગત મહિને યોગ્ય નામ સાથે કાર્યરત દુકાન માં આ મહિને અચાનક નામો ગુમ થઈ જતાં સ્થાનિક લોકોમાં અનાજ મેળવવામાં મુશ્કેલી, કાર્યવાહી માટે માંગ
વડોદરા: હરણી વિસ્તારની સરકાર માન્ય સસ્તા અનાજની વ્યાજબી ભાવની દુકાનથી અનાજ લેવા ગયેલા નાગરિકને કડવો અનુભવ થયો છે. ગત મહિને આ દુકાનમાં નામ હતું, પરંતુ આ મહિને તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયું છે. આ ઘટના સ્થાનિક લોકોને ભારે અસંતોષમાં મૂકયા છે, કારણ કે તેઓ સસ્તા અને માન્ય ભાવમાં અનાજ મેળવવા માટે આ દુકાન પર નિર્ભર હતા.

જ્યારે સરકાર દ્વારા સસ્તા અનાજની માન્ય ભાવની દુકાનોની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દુકાનમાં નાગરીકોના નામ ગુમ થવાથી લોકો હવે અનાજ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, અને આ બાબતે સ્થાનિક તંત્ર કાર્યવાહી અંગે લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે.
આ અંગે સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગોએ તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવાની માંગ ઊભી થઈ છે.