વડોદરા તા.15
હરણી લેકઝોન ખાતે સર્જાયેલી 14 લોકોની મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી. પરંતુ બેદરકાર પ્રોજેક્ટના ભાગીદારો ઘટના બન્યા બાદ ફરાર થઇ જનાર મુખ્યઆરોપી પરેશ શાહના પરિવારના વત્સલ શાહ, નુતન શાહ તથા વૈશાખી શાહને પોલીસે દેણા ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. જેથી ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 19 પર પહોંચ્યો છે હજુ ધર્મિન ભટાણી ફરાર છે. આરોપીઓના મેડિકલ કરાવ્યા બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે.
વડોદરા શહેરના હરણી લેકઝોન ખાતે બોટ પલટી જવાના કારણે માસૂમ 12 બાળકો તથા 2 શિક્ષકો મલીને 14 લોકોને કરૂણ નિપજ્યા હતા. જેમાં બેદરકારી દાખવનાર કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો સહિત ઓપરેટરો મલી 20 લોકો ગુનો દાખલ કરાયો હતો. બોટ કાંડની તપાસ કરવા પોલીસ દ્વારા એસઆઇટીની રચના કરાઇ હતી. અત્યાર સુધીમાં 20 આરોપીઓના પૈકીના 16 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવારના રોજ મુખ્ય આરોપી પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, નુતન શાહ તથા વૈશાખી શાહ (તમામ રહે. રાજેશ્વવરી રેસિડેન્સી હરણી રોડ વડોદરાની) સહિત ચાર આરોપી ફરાર હતા. જેમાં નૂતન પરેશ શાહની મેડિકલ તકલીફ થતા તેની તપાસ માટે વડોદરા આવ્યા હતા. દરમિયાન દેણા બ્રિજ પાસે ઉભા હોવાની બાતમી મળતા પોલીસની ત્યાં પહોંચીને ત્રણેને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ત્રણે આરોપીના મેડિકલ કરાવ્યા બાદ આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હરણી લેકઝોન ખાતેની ઘટનાના આરોપોના કુલ આંક પર 19 પર પહોચ્યો છે. જ્યારે ફરાર ધર્મિન ભટાણીને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
હરણી લેકઝોન દુર્ઘટનામાં ફરાર મુખ્યઆરોપી વત્સલ શાહ સહિત ત્રણ ઝડપાયા
By
Posted on