Vadodara

હરણી બોટ કાંડ ના મુખ્ય આરોપી સહિત નવના જામીન મંજૂર : માત્ર નિલેશ જૈનના જામીન નામંજૂર

આ પહેલા 4 મહિલા આરોપીના જમીન મંજૂર થયા હતા

વડોદરા:
જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટના માં ૨૦ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તે પૈકી આજે વડોદરા કોર્ટમાં 10 આરોપીઓએ જામીન અરજી મૂકી હતી જેમાંથી નવ જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે અગાઉ બે દિવસ પહેલા બોટ કાંડમાં ઝડપાયેલી ચાર મહિલાઓની પણ હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી. આમ હવે 20 પૈકી 14 લોકોના જામીન મંજુર કરી દેવામાં આવ્યા છે.
બાર નાના ભૂલકાઓ તેમજ બે શિક્ષકોના જીવ લેનારા એવા 20 આરોપીઓ જેમની નિષ્કાળજીના કારણે અનેક માતા પિતાએ પોતાના વહાલ સોયા ને કાયમ માટે ખોવી દીધા હતા. ગત ૧૮ જાન્યુઆરીના રોજ ઘટેલી આ ઘટનાને કારણે સમગ્ર શહેર બની ગયું હતું જેના કારણે આખરે જવાબદાર લોકો ને ઝડપી પાડવા માટે અને તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાય તેવા ઉચ્ચ અધિકારીઓના સંબોધન સાથે 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ગત બે દિવસ પૂર્વે ચાર મહિલા આરોપીઓના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં ફરી એકવાર 10 જેટલા આરોપીઓએ વડોદરા કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા જામીન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના થકી નીચલી કોર્ટે એટલે કે વડોદરા કોર્ટે મુખ્ય આરોપી એવા જતીનકુમાર હરિલાલ દોશી , ગોપાલદાસ પ્રાણલાલ શાહ , અલ્પેશ હસમુખભાઈ ભટ્ટ , બિનિત હિતેશભાઈ કોટિયા , ધર્મીલ ગીરીશભાઈ શાહ , રશ્મિકાંત પ્રજાપતિ , વેદ પ્રકાશ યાદવ , ભીમસિંહ યાદવ અને ધર્મીન ભાટાની ના જામીન મંજૂર કરી દીધા હતા જ્યારે નિલેશ કાંતિલાલ જૈનના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા

Most Popular

To Top