લેક ઝોન ખાતે ઘટના બન્યા બાદ ધરપકડથી બચવા ફરાર થઈ ગયો હતો, બુધવારે પોતાના વકીલને મળવા માટે આવતો હતો
વડોદરા તારીખ 25
હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી કરુણ ઘટનામાં એસઆઇટીની ટીમ એક પછી એક તમામ આરોપીઓને શકંજામાં લઈ રહી છે. કો ટીયા પ્રોજેક્ટમાં ભાગીદારી ધરાવનાર ગોપાસ શાહને રાયપુરથી ઝડપી પાડ્યા બાદ હવે લે કઝોન ખાતે કોન્ટ્રાક્ટ ધરાવનાર મુખ્ય આરોપી અને રાજકીય નેતાઓના માનિતા પરેશ શાહને હાલોલ થી વડોદરા આવતી વખતે બસમાંથી જ દબોચી લેવામાં આવ્યો છે. તળાવ ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 14 લોકોના મોત માટે જવાબદાર આરોપીઓનો કુલ આંક 9 પર પહોંચ્યો છે, હજુ 10 આરોપીઓ ફરાર છે.
વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કુલ ના વિદ્યાર્થીઓને લઈને શિક્ષકો હરણી લે કઝોન ખાતે પિકનિક માટે આવ્યા હતા. ત્યાં શિક્ષક હોય બાળકોને બોટમાં ફરવા માટે લઈ ગયા હતા ત્યારે બોટ ઓપરેટર હોય ક્ષમતા કરતાં વધારે બાળકો અને શિક્ષકો ને બેસાડ્યા હતા. જેના કારણે ઓવરલોડ થતા બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો અને બે શિક્ષકો મળી 14 લોકોના મોત થયા હતા. પોલીસે બેદરકારી દાખવનાર 19 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા એસઆઇટીની ટીમ બનાવી ઘનિષ્ઠ રીતે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને કોઈપણ સંજોગોમાં નહીં છોડવા માટે કમર કસી હતી.જેમાં અગાઉ છ લોકોની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ પોતાની કોર્ટ પાસે દુકાન પર આવેલા કોટિયા પ્રોજેક્ટના પાર્ટનર બિનીત કોટીયા ને પોલીસે ઝડપી પાડ્યો હતો. બુધવારે ક્રાઈમ બ્રાન્ચે કોટિયા પ્રોજેક્ટના માસ્ટર માઈન્ડ એવા ગોપાલ શાહ ને છત્તીસગઢના રાયપુર ખાતેથી પકડયો હતો. વડોદરા લાવવા પોલીસ લાવવાના થઈ ગઈ છે. ત્યારે એસ આઈ ટી ની ટીમને
લેક ઝોન ખાતે કોન્ટ્રાક્ટ ધરાવનાર મુખ્ય આરોપી પરેશ શાહને પકડવામાં સફળતા મળી છે. પરેશ શાહ ઘટના બન્યા બાદ ફરાર થઈ ગયો હતો. બુધવારે હાલોલ તરફથી વડોદરા આવી રહેલા રાજકીય નેતાઓના માનિતા પરેશ શાહને બસમાંથી જ પોલીસે દબોચી લીધો હતો. પરેશ શાહ વડોદરા ખાતે તેના વકીલને મળવા માટે આવતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)