Vadodara

હરણીની સિગ્નસ સ્કૂલમાં બોમ મુકાયાના મેલથી સ્કૂલ ખાલી કરાવાઈ

ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર એક્શનમાં,બોંમ્બ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકીંગ

વડોદરા: વડોદરાની હરણી મોટનાથ રોડની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં આજે સવારે બોમ મૂલ્યનો મેલ મળતા શાળામાં દોડધામ મચી ગઈ હતી. શાળા તરફથી વાલીઓને મેસેજ કરી તાત્કાલિક તેમના બાળકોને લઈ જવાની સૂચના આપવામાં આવતા દોડધામ મચી ગઈ હતી.

વડોદરા શહેરમાં નવરચના રિફાઇનરી ની સીબીએસસી સ્કૂલ બાદ હવે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મેસેજ મારફતે જાણ કરાતા વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વડોદરાની શાળાઓને બોમની ધમકી આપવાનો સિલસિલો ફરી શરૂ થયો હોય તેમ આજે સવારે હરણીની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં બોમ મુકાયાનો મેલ આવતા શાળાના આચાર્યે બ્રોડકાસ્ટ મેસેજ દ્વારા વાલીઓને જાણ કરી હતી કે તેમના બાળકોને તાત્કાલિક શાળાએથી લઈ જાય. આને કારણે સવારમાં વાલીઓ ચિંતામાં આવી ગયા હતા અને ભારે દોડધામ મચી હતી. પોલીસે આવીને તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી

Most Popular

To Top