Entertainment

હિન્દી ફિલ્મોમાં કવ્વાલીનો જમાનો હતો

ત્યારના ફિલ્મ સંગીત વિશે અનેક ફરિયાદ છે અને તેમાંની મોટી ફરિયાદ એ કે તેમાંથી વૈવિધ્ય જતુ રહ્યું છે. લોરી નથી, બિરહા નથી, ભજન નથી, લગ્નગીતો નથી, હીર નથી, ગઝલ નથી, કવ્વાલી નથી, આ વૈવિધ્ય નથી તેથી કહી શકાય કે આ ભારતીય ફિલ્મોનું સંગીત નથી. અનેક પ્રકારના લોકગીત આધારે બનતા ગીતો ય નથી. આ વેશમાં સંગીતનું અધ્યયન નથી. અગાઉના સંગીતકારોએ નૃત્યના પ્રકારો પ્રમાણે જૂદા નૃત્યગીતો બનાવ્યા, લોકનૃત્ય આધારીત ગીત હોય તો તેનું સંગીત જૂદું કેબ્રેનું હોય તો જૂદું શાસ્ત્રીય નૃત્ય આધારીત ગીતનું નૃત્ય જૂદું. આજે આ વૈવિધ્ય જ નથી. એવો જ એક પ્રશ્ન થાય કે મુસ્લિમ પરિવેશવાળી ફિલ્મોમાં જે સંગીતનો અનુભવ થતો તે પણ હવે નથી. કવ્વાલી એક લોકપ્રિય પ્રકાર હતો પણ હવે કવ્વાલી બનતી બંધ થઇ થઇ છે. સાહિર-રોશને ન તો કારવાં કી તલાશ હૈ જેવી કવ્વાલી આપી જે સંગીત રસિકો માટે બની થઇ છે. મનમોહન દેસાઇએ લક્ષ્મીકાંત પ્યાલેલાલ આનંદ બક્ષી, રફી પાસે પરદા હે પરદા, પરદે કે પીછે પરદાં નથી હૈ જેવી મસ્ત કવ્વાલી તૈયાર કરાવેલી. ક્યાં છે એ બધી કવ્વાલીઓ? હિન્દી ફિલ્મોમાં કવ્વાલી એટલી લોકપ્રીય હતી કે એક ફિલ્મનું તો નામ જ કવ્વાલી કી રાત હતું અને તેમાં સંગીતકાર ઇકબાલ કુરેશીએ યાદગર કવ્વાલી રચેલી કહેને વાલે તું ભી કહ લે, જો દિલ કી બાત હૈ કવ્વાલી કી રાત હૈ, હુસ્નવાલે હુસ્ન કા અંજામ દેખ, દિલ ગયા દિલ કા એતબાર કયા, એક ફિલ્મમમાં આટલી બધી કવ્વાલી હોય તેવી એ પ્રથમ ફિલ્મ હતી. શેવન રીઝવીએ એ ફિલ્મમાં કુલ 11 ગીતો લખેલા. 1964મી એ ફિલ્મમાં મુમતાઝ, કમલજીત, કુમકુમ, જગદીપ, અરૂણા ઇરાની વગેરે હતા.
કવ્વાલી આમ તો અરબી શબ્દ કૌલ માંથી આવી છે. કૌલ એટલે વચન. સૂફી સમ્પ્રદાયમાં તે આરાધનાની એક પધ્ધતિ સ્વરૂપે, પ્રચલિત હતી. આજે પણ અજમેરની દરગાહમાં ગાતા જોવા મળશે.
કવ્વાલીની શરૂઆત હમ થી થતી હોય છે, જે અલ્લાહ માટે હોય છે. પછી નાત આવે જે પયંગબર હજરત મોહમ્મદની શાનમાં હોય છે. પછી મર્સિયા, ગઝલ, કાફી, રંગ અને મુનાદજાતનો ક્રમ હોય. આજે આ આખી પરંપરા જ ભુલાઇ ગઇ છે. આ કવ્વાલી લોકપ્રિય સ્વરૂપે જ્યારે આવી ત્યારે તો મોટા મોટા શહેરોમાં તેના મુકાબલા પણ થતા અને લોકો પૈસા ખર્ચી તેને જોવા સાંભળવા જતા. અત્યારે આ કવ્વાલી વિશે વધુ વાત કરવાનો અર્થ નથી. પણ લગભગ 13મી સદીમાં આપણે ત્યાં કવ્વાલી આવી એવું કહી શકાય. આજથી 50-60 વર્ષ પહેલા ઇસ્માઇલ આઝાદ કવ્વાલ, જાનીબાબુ કવ્વાલ, યુસુફ આઝાદ, શકીલા બાનો ભોપાલી વગેરેનો દબદબો હતો અને પછી સાબરી બ્રધર્સ, શંકર-શંભુ, નુસરત ફતેહ અલી ખાં જેવા પણ ભારે મશહુર રહ્યા. જે જમાને કવ્વાલીના મુકાબલા થતાં ત્યારે સ્ત્રી-પુરુષ કવ્વાલ વચ્ચે થતા અને એવી કવ્વાલી ફિલ્મોમાં પણ ખૂબ આવી. તાજમહલ ફિલ્મમાં ચાંદી કા બદન સોને કી નજર, ઉસ પર યે નઝાકત કયા કહીએ છે તો મુગલ-એ-આઝમમાં તેરી મહેફીલ મેં કિસ્મત આજમાં કર હમભી દેખેગે, તો પૂતલીબાઇમાં કૈસે બેશર્મ આશિક કે યે આજ કે, ઇનકો ઉગલી થમાના ગજબ હો ગયા છે તો ધર્મામાં રાઝ કી બાત કહ દું તો જાનુ મહેફિલ કયા હો હિન્દી ફિલ્મોની કવ્વાલી સંગીત, ગાયકીની રીતે પણ જબરજસ્ત રહી છે. ઇસ્માઇલ આઝાદે અલહિલાલમાં હતેુ તો લૂંટ લિયા મીલ કે હુસ્નવાલોને ગોરે ગોરે ગાલો ને, કાલે કાલે બાલોને છે. સંગીતકાર રોશન કવ્વાલીના સ્વરાગીમાં બેમિસાલ હતા અને બરસાત કી રાતમાં ન તો કારવા કી તલાશ હૈ અને યે ઇશ્ક ઇશ્ક હૈ રચીને કમાલ કરી. આ ઇશ્ક ઇશ્ક હૈ પરથી તો નુસરત ફતેહ અલી ખાના પિતા ફતેહ અલી ખાંએ ન તો બુતકદે કી તલબ મુઝે ન હરમ કે દર કી તલાશ હૈ. કવ્વાલી રચેલી.
કવ્વાલી હતી ત્યારે ભારત-પાકિસ્તાનના પ્રેક્ષકો જાણે એક થઇ જતા.
આજે પણ ક્યારેક ફુન ફાયા ફુન જેવી કવ્વાલી સાંભળવા મળે તો જમાનો યાદ આવી જાય છે પણ ત્યારે તો નિગાહૈં મિલાને કો જી ચાહતા હૈ, નાઝ કયો હમ સે પરદા હૈ, બેશર્મ આશિક હૈ આજ કે આપણી ફિલ્મોએ કવ્વાલીથી સંગીતને સમૃધ્ધિ આપી છે. આજે પણ કજરા રે કજરા રે લોકપ્રિય છે તે હકીકતે કવ્વાલી છે પણ તે હવે બદલાઇ રહી છે.
એ.આર. રહેમાન પાંચેક ફિલ્મોમાં કવ્વાલી કમ્પોઝ કરી બાકી હવે કવ્વાલી ગાયબ છે. બાકી ભારતીય ફિલ્મ સંગીતમાં કવ્વાલીના કારણે હિન્દુ-મુસ્લિમ સહિયારી સંસ્કૃતિનો અનુભવ થતો. આજે હવે એ અનુભવ ગાયબ છે તો કવ્વાલી કેવી રીતે હોય? •

Most Popular

To Top