Vadodara

સ્વામી વિવેકાનંદની તસ્વીરને કોમર્સ ફેકલ્ટીના ભંગારના ઢગલામાં મૂકી દેવાતા વિવાદ

વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી

વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીએ તસવીરને લઈ ડીનની ઓફિસમાં મૂકી દઈ સ્વામી વિવેકાનંદ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

સ્વામી વિવેકાનંદને ભારતના રાષ્ટ્રની નિર્માતાના એક ગણવામાં આવે છે. તેવા સમયે સ્વામી વિવેકાનંદની વિશાળ તસવીરને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ભંગારના ઢગલામાં મૂકી દેવા હતા દેવાતા વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને ભારતીય સંસ્કૃતિ તેમજ ઇતિહાસ અંગે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડીંગ ખાતે ભંગારના ઢગલામાં સ્વામી વિવેકાનંદની વિશાળ તસ્વીરને રેઢિયાળ અવસ્થામાં મૂકી દેવાતા યુનિવર્સિટી સત્તાધીશોની બેવડી નીતિ અંગે વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્રનિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. તેવા સમયે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડીંગ ખાતે સ્વામી વિવેકાનંદની વિશાળ તસવીરને ભંગારના ઢગલામાં ખુલ્લામાં રેઢીયાર અવસ્થામાં મૂકી દેવાઇ હતી. જે નિહાળી અનેક વિદ્યાર્થીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. જેમાં સ્વામી વિવેકાનંદની આ વિશાળ તસવીર ભંગારના ઢગલામાં અવસ્થામાં રેઢીયાળ અવસ્થામાં જોતા વિદ્યાર્થી આગેવાન નિખિલ સોલંકીએ તસવીરને લઈ ડીનની ઓફિસમાં મૂકી દઈ સ્વામી વિવેકાનંદ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top