તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં સુરત શહેરે નં.-1 નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. જેનો યશભાગી સુરત મહાનગરપાલિકા સફાઈ વિભાગનાં સૌ અધિકારીઓ, ઈન્સ્પેકટરો, કોન્ટ્રાક્ટરો તથા ખાસ કરીને રાત-દિન નિયમિત, શહેરને સ્વચ્છ રાખતા, સફાઈ કામદારોને ખાસ અભિનંદન તથા શહેરીજનોની સ્વજાગૃતિ અંગે પણ અભિનંદન. બસ, હવે આપણા શહેરને સ્વચ્છ, સુઘડ અને સ્વસ્થ રાખવા, સૌ શહેરીજનો આટલું તો જરૂર કરી શકે. (૧) સુરતના રહેણાંક વિસ્તારમાં – આજુબાજુ, ગમે ત્યાં કચરો જેવી કે પાણીની બોટલો, પાન-પરાગ-ગુટખાં કાગળ, પાનની પિચકારી ગમે ત્યાં ન કરીએ.
આ અંગે દરેક સોસાયટી, જરૂરી સૂચન કરતાં બોર્ડ સોસાયટીમાં જરૂર મૂકે અને પ્રજાજનોને સ્વજાગૃતિ જાળવવા અપીલ કરે. (૨) ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લોકપ્રિય તહેવારો દશા મા, ગણપતિ, જન્માષ્ટમી, મટકીફોડ, માણવા સૌ આતુર છીએ. પણ સૌ આયોજકોને નમ્ર વિનંતી કે આ તહેવારો દરમિયાન બિલકુલ સ્વચ્છતા જાળવવા, જરૂરી વ્યવસ્થા કરે.(૩) આ અંગે પોલીસ કમિશનર અને દૈનિકપત્રમાં જરૂરી સૂચનો બહાર પાડતા રહે છે. તો આપણી સૌની પવિત્ર ફરજ બની રહે છે કે આ તમામ સૂચનાઓનું પૂરેપૂરું પાલન કરીએ અને સુરત શહેરની શાન અકબંધ રાખીએ.
અડાજણ, સુરત- દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.