સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાવાગઢ બાયપાસ રોડ પર જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા સ્વચ્છતા અને દબાણ હટાવવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું
ગત તારીખ 17 મી સપ્ટેમ્બર 2024 ના રોજ ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હતો અને આગામી તારીખ 2 જી ઓક્ટોબર 2024 ના રોજ ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે જેમાં સ્વચ્છતાના હિમાયતી અને આગ્રહી આ બન્ને મહાનુભાવો દ્વારા સમગ્ર વિશ્વને સ્વચ્છતાનું સૂત્ર આપવામાં આવ્યું છે જેને અનુલક્ષીને ભારત સરકાર દ્વારા તા. 17 મી સપ્ટેમ્બરથી તા. 2 બીજી ઓક્ટોબર સુધી એટલે કે સતત 15 દિવસ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરી વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત હાલોલ નગર ખાતે પણ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરી નગરના જાહેર સ્થળો સહિતના સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી સ્વચ્છતાને લગતા કામો કરાઈ રહ્યા છે જે તમામ જાહેર સ્થળો સહિતના સ્થળોની ચકાસણી કરી સ્થળોનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરવા માટે આજે બુધવારે હાલોલના પાવાગઢ બાયપાસ રોડ સહિતના જાહેર વિસ્તારોની પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારની હાજરીમાં તમામ સ્થળોએ સ્વચ્છતાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને સ્વચ્છતા અંતર્ગત કરવામાં આવેલી તમામ કામગીરીનું જિલ્લા કલેકટર આશિષ કુમારદ્વારા નીરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે આગામી દિવસોમાં આરંભ થનાર માં આદ્યશક્તિની આરાધનાના નવલી નવરાત્રીના પર્વને લઈને સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે હજારો લાખોની સંખ્યામાં યાત્રિકો પગપાળા આવતા હોવાને લઈને પાવાગઢ બાયપાસ રોડ સહિતના મુખ્ય પાવાગઢ રોડ પરના રસ્તાઓ પર જ્યાં પાવાગઢ ખાતે પગપાળા ચાલીને આવતા યાત્રિકોને ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવેલ હતા તે ફૂટપાથ પર ઉભા કરાયેલા તમામ નાના મોટા ગેર કાયદેસરના દબાણો હટાવા માટેની કામગીરી કરવા માટેની લાગતા વળગતા તંત્રની સૂચનાઓ આપવામાં આવી હતી જ્યારે દબાણકર્તાઓને પણ તાત્કાલિક પોતાના દબાણ હટાવવા માટેનો આદેશ કરાયો હતો જ્યારે પાવાગઢના તમામ વિસ્તારોના મુખ્ય રોડ રસ્તાઓની સફાઈ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર આશિષ કુમારની હાજરીમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી અને નવરાત્રી દરમિયાન પાવાગઢ રોડ પર રહીને આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તેઓના ચાલવાના ફૂટપાથને ખુલ્લા કરવા લાઇટિંગ કરવા તેમજ અન્ય તમામ સુચારું વ્યવસ્થા ઉભી કરવા માટેની જિલ્લા કલેકટર આશિષ કુમારદ્વારા તમામ લાગતા વળગતા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને વિવિધ સલાહ સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં તમામ લોકોને જોડાઈ પોતાની આસપાસ તેમજ વધુમાં વધુ જાહેર સ્થળો સહિતના તમામ સ્થળોએ સાફ-સફાઈ રાખવા માટેનું આહવાન કર્યું હતું આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, હાલોલ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, આર.એમ.બી.ના અધિકારી જીગરભાઈ પટેલ સહિત અન્ય અધિકારીઓ તેમજ વિવિધ લાગતા વળગતા તંત્રના કર્મચારીઓ અને હાલોલ નગર પાલિકા તંત્રના સાફ-સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.