હાથીખાના, વાઘોડીયા રોડ, કારેલીબાગ સહિતની જગ્યાએ તપાસમાં જાણીતા નામોની દુકાનોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે થતો ખિલવાડ બહાર આવ્યો
વડોદરા, તા.
વડોદરાના જાણીતા નામો સ્ટેલર કિચન અને બિકાનેર સ્વીટ સહિતના ફૂડ ઓપરેટરો દ્વારા થતો ગ્રાહકોના આરોગ્ય સાથેનો ખિલવાડ મહાનગરપાલિકાની તપાસમાં બહાર આવ્યો છે.
શહેર વિસ્તારની જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ પાલિકાના કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી મુખવાસ, પનીર, ગુર (ગોળ), આઇસક્રીમ, ઘી, ડ્રાયફ્રુટ વિગેરેનું વેચાણ કરતા હોલસેલર, રીટેલર, ડીસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, મેનુફેક્ચરર વિગેરેમાં સધન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી.
ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના હાથીખાના, વાઘોડીયા રોડ, હરણી, સેવાસી, તસાલી બાયપાસ, ફતેપુરા, ગોરવા અને કારેલીબાગ વિગેરે વિસ્તારોમાં હોલસેલર, રીટેલર, ડીસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, મેનુફેક્ચરર વિગેરેમાંથી મુખવાસ, પનીર, ગુર (ગોળ), આઇસક્રીમ, ઘી, ડ્રાયફ્રુટ વિગેરેનાં ૧૧ નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયા છે. જેમાંથી એક નમુનો અનસેફ અને દશ નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.