Vadodara

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા 15 જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર, તેમની 19 ગેરકાયદે મિલકત શોધી કઢાઈ




વડોદરા તારીખ 19
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ મહાનિર્દેશકે રાજ્યમાં ગેરકાયદે દારૂ જુગાર ચલાવતા બુટલેગર તથા ખનીજ અને કેમિકલ ચોરી કરતા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સ્ટેટની ટીમ દ્વારા રાજ્યમાંથી 15 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને 72 કલાક કલાકમાં 15 જેટલા ગુનેગારોની યાદી બનાવવા સાથે 19 મિલકતો પણ શોધી કાઢવામાં આવી છે. આ ગેરકાયદે બાંધકામ હોય પાલિકાના અધિકારીઓને દૂર કરવા માટે પણ મ્યુનિસિપલ કમિશનર તથા કલેકટરને દરખાસ્ત કરાઈ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય માટે અસામાજિક ગુંડા તત્વો વિરૂધ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી. જેના અંતર્ગત નિર્લિપ્ત રાય આઇપીએસ, નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનીટરીંગ સેલના સુપરવિઝન હેઠળ તથા કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક દ્વારા રાજ્યમાં મોટાપાયે અને સક્રિય પણે દારૂ-જુગાર તથા ખનીજ અને કેમીકલ ચોરીની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 24 અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. તેઓના ગેરકાયદે બાંધકામ અને દબાણ સબંધે કાર્યવાહી કરવા સ્ટેટ મોનીટરીંગ સેલની અલગ-અલગ 15 ટીમોને કામ સોંપવામાં આવ્યુ હતું.જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી હતી અને સબંધિત સરકારી કચેરીઓથી માહિતી મેળવતાં 15 અસામાજિક તત્વોની 19 ગેરકાયદે મિલકત શોધી કાઢવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે રહેણાંક કોર્મશીયલ બાંધકામ દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર અમદાવાદ શહેર, રાજકોટ,સુરત શહેર તથા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, મહેસાણા, ભરૂચ,કચ્છ,સુરેન્દ્રનગર અને જુનાગઢને આધાર-પુરાવા સાથેની દરખાસ્ત કરવામાં આવી છે.

વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ઉપરોક્ત તપાસ દરમ્યાન ગીરીશ ઉર્ફે ટોમી ઉંઝા પરષોત્તમભાઈ પટેલ (જુગાર ગેમ્બલર-અમદાવાદ શહેર-મહેસાણા) અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ (પ્રોહી.લીસ્ટેડ બુટલેગર-રાજકોટ શહેર) તથા પુના ભાણાભરવાડ (પ્રોહી.લીસ્ટેડ બુટલેગર-કચ્છ) જિલ્લા દ્રારા પોતાના રહેણાંક મકાનો ભાડા કરાર કે પોલીસમાં કોઈ જાણ કર્યા સિવાય ભાડે આપ્યા હોવાનું જણાઈ આવ્યુ હતું. સોતાજ હરીસિંહ યાદવ (ખનીજ ચોરી-સુરેન્દ્રનગર) દ્વારા તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદે વીજ જોડાણ કરી વીજ ચોરી કરતાં હોવાનું જણાઈ આવ્યુ હતું. જેનું પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા વીજ કનેક્શન કપાવી સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માત્ર 72 કલાકના સમયગાળામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top