હાલોલ: સ્ટેટ મોનિટરિંગ સેલે મોરવા હડફ તાલુકાના અગરવવાડા બસ સ્ટેન્ડ પાસેથી મહિન્દ્રા XUV 500 કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે વિરમારામ જેઠારામ જાટની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન વિસ્તારના કોનરા ગામનો રહેવાસી છે.
કારમાંથી જપ્ત કરાયેલા દારૂમાં રોયલ સ્ટેગ ડીલક્સ વ્હિસ્કીની 384 બોટલ કિંમત 1,29,408 રૂપિયા, કાઉન્ટી ક્લબ ડીલક્સ વ્હિસ્કીની 960 બોટલ કિંમત 1,86,240 રૂપિયા અને પ્રિન્સ દેશી દારૂની 336 બોટલ કિંમત 44,352 રૂપિયાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 60 ટીન કિંમત 16,800 રૂપિયા અને કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 264 ટીન કિંમત 58,080 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ દારૂનો જથ્થો 4,34,880 રૂપિયા અને 7 લાખ રૂપિયાની કારની કિંમત મળી કુલ 11,34,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસે જણાવ્યું કે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓની ધરપકડ બાકી છે. તેમાં ઉદેપુરના સુનીલ બંઝારા અને ચંદ્રેશભાઈ, બીકાનેરના નૌખા શહેરના ઉમેશ જાખડ, વેજલપુર-પંચમહાલનો એક અજાણ્યો શખ્સ અને કારના માલિકનો સમાવેશ થાય છે.