Vadodara

સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ વાઘોડિયાના તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ ચાલતા વિદેશી દારૂના કટીંગના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ. પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
SMCની ટીમે કટીંગના સ્થળ પર અચાનક દરોડો પાડતા બુટલેગર, દારૂનો સપ્લાયર સહિત કુલ 9 શખસોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રૂ.17 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન 9 ચોપડામાં લખાયેલા હિસાબો મળી આવ્યા, જેમાં કરોડોની લેવડદેવડના ઉલ્લેખ સાથે કેટલાક પોલીસકર્મીઓના મોબાઇલ નંબર નોંધાયેલા હોવાનું ચોંકાવનારું ખુલાસો થયો છે. આ બાબતને ગંભીર માનતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
SMCની કાર્યવાહી દરમિયાન કુલ 10 વાહનો સહિત રૂ.41 લાખની મત્તા જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર મામલાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
દારૂના ગેરકાયદેસર વેપારમાં પોલીસની સંડોવણી હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ જિલ્લામાં બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top