Vadodara

સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન કરવા નેતાઓની મેરેથોન : કમુર્તાનું વિઘ્ન

વડોદરા: સ્માર્ટ સિટીમાં સ્માર્ટ બ્રિજ બનીને તૈયાર છે ત્યારે ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મુલાકાત લઇ હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.આગામી દિવસોમાં ડિસેમ્બર અંત પહેલા આ બ્રિજ લોકાર્પણ થઈ શકે તેવા એંધાણ ભરતા આવ્યા છે. વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3.5 કિલોમીટરના ફ્લાયરઓવર બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે.અને વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો આ બ્રિજનું ઓપનિંગ કમુર્તામાં કરનાર છે. ત્યારે હિન્દૂ શાસ્ત્રઅનુસાર કમુર્તામાં કોઈ શુભ પ્રસંગો કરવામાં આવતા નથી.વડોદરાના આ બ્રિજનું ઉદ્ધઘાટન પણ વડોદરા માટે સૌથી મોટો શુભ પ્રસંગ ગણાય.પરંતુ વડોદરાના શાસકો કેમ ઉદ્ધઘાટનની ઉતાવળ કરે તે વડોદરાના નાગરિકોને સમજાતું નથી.

વડોદરા લના બે મોટા જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું કે જો આ બ્રિજનું કમુર્તામાં ઉદ્ધઘાટન કરવામાં આવશે તો આ બ્રિજ વડોદરા માટે  અમંગળ હશે.ન કરે નારાયણ અને બ્રિજ પર કોઈ અમંગલ થાય તો પાલિકાના સત્તાધીશો માથે માછલાં ધોવાય તેનો ડર પણ કેટલાક ને સતાવે છે.કમુર્તા ઉતરવાને માત્ર 24 દિવસ બાકી છે.જયારે પાલિકા આ બ્રિજ ને 25 મી ડિસેમ્બરે ખુલ્લો મુકનાર છે.તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.બ્રિજ ચાલુ થવાથી શહેરીજનોને ટ્રાફિકની અનેક સમસ્યાથી મુક્તિ જરૂર મળશે.પરંતુ હાલ તો વડોદરાના ચોરે ને ચોટે કમુર્તાની ચર્ચા જોવા મળે છે.હિન્દુ રીત રિવાજોમાં માનતા પાલિકાના કેટલાક અધિકારીઓ અને મોટા ભાગના નગરસેવકો કામુર્તામાં બ્રિજના ઉદ્ધઘાટનના પક્ષમાં ન હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top