Vadodara

સોશિયલ મીડિયા એક્સ પર નવો ટ્રેન્ડ ‘ મોદી કા  પરિવાર’ 

  • શહેરના તમામ આગેવાનોએ પોતાના નામ પાછળ મોદી કે પરિવાર જોડી દીધું 
  • લાલુ પ્રસાદની ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં ટ્રેન્ડ ચાલ્યો 

ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે છે. ક્યારેક અંગત વાતો ઉપર આક્ષેપ હે તો ક્યારેક પારિવારિક આક્ષેપ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ લાલુ પ્રસાદ યાદવે આક્ષેપ કર્યા કે તેઓનો પરિવાર જ નથી જેની સામે સોશ્યલ મીડિયા એક્સ ઉપર નવો ટ્રેન્ડ શરુ થયો છે અને તે છે મોદી કા પરિવાર. તમામ ભાજપાના આગેવાનોએ પોતાના નામ પાછળ મોદી કા પરિવાર જોડી દીધું છે. 

હાલમાં સોશિયલ મીડિયા એ યુવાધનને આકર્ષતું સૌથી મહત્વનું પ્લેટફોર્મ છે. અને તેથી જ રાજકીય પક્ષના આગેવાનો પોતાની વાત મુકવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે તેઓનો કોઈ પરિવાર નથી. અને બસ આ જ વાતનો ફાયદો વડાપ્રધાને ઉઠાવી લીધો. અને વડાપ્રધાને જાહેર મંચ ઉપરથી  જણાવ્યું કે આખો દેશ મારો પરિવાર છે. આ વાત બાદ સમગ્ર દેશમાં ભાજપાના આગેવાનોએ સોશિયલ મીડિયા એક્સ ઉપર પોતાના નામ પાછળ મોદી કા પરિવાર જોડી દીધું. હાલ આ સોશયલ મીડિયા ઉપર ખુબ ટ્રેન્ડ થયું છે. અને તેમાં વડોદરાના સાંસદ, શહેર પ્રમુખ, તમામ ધારાસભ્યો પણ પોતાના નામ પાછળ મોદી કા પરિવાર લખી આ ટ્રેંડમાં જોડાઈ ગયા છે.  

Most Popular

To Top