અકસ્માત એટલો ભયંકર હતો જેમાં ગાડીનું બોનેટ તૂટીને ઉડ્યું હતું ,કાર ચાલક સગીરના પિતા વિરુદ્ધ કાર્યવાહી
બનાવને પગલે લોકોએ સગીરોને મેથીપાક ચખાડ્યો હતો પાણીગેટ પોલીસે ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
ગત મોડીરાત્રે બે સગીર યુવકોએ ગફલતભરી રીતે પૂરઝડપે કાર હંકારતા પાણીની ટાંકી આજવારોડ પાસે ગાડી ડિવાઇર પાસે થાંભલા સાથે ભટકાઇ હતી જેના કારણે ટોળાએ સગીરોને મેથીપાક ચખાડ્યો હતો બનાવને પગલે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત મોડીરાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આજવારોડ ખાતે ક્રેટા ગાડી લઈને નિકળેલા બે સગીરોએ ગફલતભરી રીતે પૂરઝડપે ગાડી હંકારતા કાર પાણીની ટાંકી પાસે ડિવાઇડર પાસે થાંભલા સાથે ભટકાઇ હતી જેના કારણે કારનું બોનેટ તૂટીને ઉડ્યું હતું ઘટનાને પગલે ટોળાએ ગાડીમાના બે સગીરોને મેથીપાક ચખાડ્યો હતો. જો કે બનાવની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગ ઇ હતી અને કાર ચલાવનાર ઇજાગ્રસ્ત સગીર અને તેના અન્ય એક સગીર મિત્રને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો તથા કાર્યવાહી હાથ ધરી હતી . સમગ્ર મામલે એસીપી ગૌતમ પલાસણાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર મામલે હાલ સગીરને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને કાર ચાલક સગીર વયનો હોવાથી સગીરના પિતા ઝાકીર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ જાહેરમાં સગીરોને ફટકારનારા ત્રણ લોકો પાર્થ માછી,જીગર કહાર નામના યુવકો સહિત ત્રણ જણ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે તથા સગીર કાર ચાલકના પિતા ઝાકીરનુ લાયસન્સ રદ્ કરવાની કાર્યવાહી હાથ ધરી છે
