uncategorized

સુરતમાં હચમચાવી દેનારી ઘટના, 2 વર્ષનો માસૂમ બાળક ચોથા માળેથી નીચે પડ્યો, 55 કલાકની સારવાર બાદ કરૂણ મોત નિપજ્યું

સુરતના લિંબાયત વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીંના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી 2 વર્ષનો માસૂમ બાળક ગયા શનિવારે નીચે પટકાયો હતો. હોસ્પિટલમાં 55 કલાકની સારવાર બાદ આખરે આજે તેને દમ તોડ્યો હતો. લિંબાયતના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટમાં રહેતા વસીમ અન્સારી ટાઈલ્સ ફોલ્ડીંગનું કામ કરે છે. તેમનો એકનો એક 2 વર્ષીય પુત્ર વારિસ શનિવારે સાંજે મોબાઈલમાં કાર્ટૂન જોઈ રહ્યો હતો. આ સમયે તેની માતા બાથરૂમમાં ગઈ હતી. મોબાઈલમાં કાર્ટૂન જોતી વેળા તે બારીમાંથી નીચે પટકાયો હતો. આ ઘટનાના કંપારીજનક સીસીટીવી ફૂટેજ આજે વાયરલ થતાં લોકોના મન દ્રવી ઉઠ્યા હતા.

ઘટના અંગે મળેલી માહિતી અનુસાર શનિવારે સવારે વસીમ અન્સારી નોકરી પર ગયા હતા ત્યાર બાદ બપોરે વારિસ સાથે તેની માતાએ બપોરનું ભોજન લીધું હતું અને રૂમનો દરવાજો બંધ કરી વારિસને મોબાઈલ પર કાર્ટૂન ચાલુ કરી પોતે બાથરૂમ ગઈ હતી. બાથરૂમમાંથી પરત ફરી ત્યારે વારિસ બેડ પર નહીં દેખાતા તેની શોધખોળ શરૂ કરી હતી. વારિસ બારીમાંથી નીચે પડી ગયો હોવાની જાણ થતાં તેની માતા તરત જ નીચે દોડી ગઈ હતી, જ્યાં લોકો ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ ગયા હોવાની માહિતી મળી હતી. બાદમાં વસીમને ફોન કરી ઘરે બોલાવ્યા બાદ બંને જણા હોસ્પિટલ ગયા હતા.


વસીમે કહ્યું કે એક મહિના પહેલાં જ આ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે હું રહેવા આવ્યો હતો. અમે ભાડાના મકાનમાં રહેતા હતા. 55 કલાક સુધી તબીબોએ વારિસને બચાવવા પ્રયત્ન કર્યા હતા. મેં પણ 50 હજાર ખર્ચ કરી નાંખ્યા તેમ છતાં તેને બચાવી શક્યા નથી.

Most Popular

To Top