સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ 150 છે જ્યારે 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 3 પેશન્ટ રિકવર થયા છે જ્યારે 1નું મોત થયું છે. જ્યારે 19 કેસ પેન્ડિંગ છે. કોરોનાને ડામવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે અને રોજ નવા નવા વિસ્તારનોને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે. જો કે, સુરત માટે સારી વાત એ છે કે છેલ્લા ત્રમ દિવસથી સુરતમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવા જણાવી દેવામાં આવ્યું છે અને લોકો એકબીજાના સંપર્કમાં નહીં આવે તે માટે જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં લોકો સમજતા નથી. શુક્રવારે સચિન વિસ્તારમાં કોરોનાગ્રસ્ત મહિલાની સાંઇધામ સોસાયટીને જોવા માટે માનવમહેરામણ ઊમટી પડયું હતું. પોલીસે આ લોકોના ટોળાને હટાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. કોરાનાગ્રસ્ત મહિલાની સાંઇધામ સોસાયટીને કવોરન્ટાઇન કરી દેવાઇ છે. આ વિસ્તારમાં લોકોની મૂર્ખામી હાસ્યાસ્પદ બનવા પામી છે. અહીં ગઇકાલે સાંજથી ટોળે ટોળા આ મહિલાની સોસાયટીને જોવા ઉમટયા હતા. અહીં ટોળાને દૂર કરવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો છે. સચિનમાં કોરોનાગ્રસ્ત કેસ થયા પછી તાત્કાલિક દવાનો છંટકાવ શરૂ કરી દેવાયો હોવાની વિગત સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાંસિયાએ જણાવી હતી. અમે લોકોને સમજાવી રહ્યાં છે પરંતુ લોકો ઘર છોડીને ટોળામાં રહેતાં હોવાની કબૂલાત આ રાજકીય આગેવાન દ્વારા કરવામાં આવી છે.
સુરતમાં આજે પણ કોઇ પોઝિટિવ કેસ નહીં
By
Posted on