મહાનગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને કાઉન્સિલર સંગીતા ચોકસી ની રહેશે
વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં જય બજરંગ સોસાયટીમાં ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ આગામી ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી આપી હતી.
સુભાનપુરા વિસ્તારમાં જય બજરંગ સોસાયટીમાં ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. જે બાબતે રહીશો દ્વારા વોર્ડ નંબર 11 ની કચેરી પર અવારનવાર રજૂઆત કરી છે. પરંતુ સમસ્યાનો નિકાલ આવતો ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
એટલું જ નહીં સ્થાનિક કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી એવું સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા છે.
તેવા સમયે સોસાયટીના રહીશો દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર ની ચીમકી આપી છે. અને જો ગટરના પાણીનું નિવારણ નહીં આવે તો આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને કાઉન્સિલર સંગીતા ચોકસી ની રહેશે તેવું જણાવ્યું હતું.
સ્થાનિક મહિલાએ પોતાને પડતી મુશ્કેલીઓ ને લઈને જણાવ્યું હતું અમારી સોસાયટીમાં કેટલા સમયથી કટર ઉભરાય છે તેની અમે વારંવાર અરજીઓ કરી છે કંપનીનો કરી છે તેમ છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ખૂબ ગંદકી થાય છે. અહી ઉંમરલાયક લોકોને છે બાળકો પણ છે અને બીમાર પડશે અને તેની જવાબદારી કોણ લેશે? રોગચાળો થયો અને કોઈ પણ અનિચ્છે બનાવ બન્યો તો તેની જવાબદારી કાઉન્સિલર સંગીતા ચોકસી અને ચિરાગ બારોટ ની રહેશે અમે એમના ત્યાં જઈને ઊભા થઈ જઈશું.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અમારી સોસાયટીના ગેટ પાસે કાઠીયાવાડી રેસ્ટોરન્ટ ખોલેલ છે તેના દ્વારા પણ ખુબ કદગી કરવામાં આવે છે અને મકાન માલિકને કહ્યુ કે આ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ ખાલી કરાવો બહુ ગંદકી કરે છે ત્યારે માલિકે કીધું કે હું એની ડિપોઝિટ પરત કરી ખાલી કરાવી નાખીશ પરંતુ અત્યાર સુધી તેઓએ કોઈ કાર્યવાહી કરી નથી અને રેસ્ટોરન્ટ ખાલી કરાવવામાં આવી નથી આ રેસિડેન્ટ જગ્યા છે તેની જગ્યાએ આ રીતે રેસ્ટોરન્ટ કરે એ યોગ્ય નથી. જો આ ગટરો ભરાય છે તેનો નિકાલ ટૂંક સમયમાં નહીં આવે અમે ભારતીય જનતા પાર્ટી કે કોઈપણ નેતાને વોટ નહીં આપિયે અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું .
