સ્થાયી સમિતિમાં નિયમ વિરુદ્ધ કામ મંજૂર કરાયાના વિરોધ પક્ષના નેતાના આક્ષેપ
મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અમલ ન કરવા રજૂઆત કરી
સુપરસકર મશીન અને ડમ્પ ટેન્ક ખરીદવાની સાથે તેનો પાંચ વર્ષનો ઓએન્ડએમ સહિતનું કામ એજન્ડા પર લેવામાં આવ્યું
વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સુપરસકર મશીન અને ડમ્પ ટેન્ક ખરીદવાની સાથે તેનો પાંચ વર્ષનો ઓ એન્ડ એમ સહિતનું કામ એજન્ડા પર લેવામાં આવ્યું હતું. જેને મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ કામને નિયમ વિરુદ્ધનું ગણાવી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અમલ ન કરવા રજૂઆત કરી છે. અને કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત કિસ્સામાં એલ વન ભાવ ભર્યા છે તે સમગ્ર કામ ના કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને આ ભાવ ભર્યા હશે,તેથી ટેન્ડર આપતી વખતે 50%- 50% પ્રમાણે કામ આપવું તે કાયદા વિરુદ્ધનું છે. એટલું નહીં પરંતુ ટેન્ડરની બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં પણ 50%-50% પ્રમાણે કામગીરી કરવાની રહેશે તેઓ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી આ ઠરાવ કરેલ છે તે કાયદા વિરુદ્ધ નું છે સ્થાયી સમિતિએ નિયમોની મર્યાદામાં રહીને ઠરાવ કરવો પડે પરંતુ સ્થાયી સમિતિએ તમામ પ્રકારની કાયદાની મર્યાદા ઉલ્લંઘી ને ઠરાવો કરી રહી છે અને આની પાછળ ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. જીપીએસસી 451 ની કલમ પ્રમાણે આ ઠરાવને સરકારમાં મોકલી શકાય છે,ત્યારે પ્રસ્તુત ઠરાવને સરકારમાં મોકલવો જોઈએ અને ત્યાં સુધી આ ઠરાવનો અમલ ન કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અને જો આ ઠરાવનો અમલ કરવામાં આવશે તો કોર્ટમાં જવાની તૈયારી પણ તેઓએ દર્શાવી હતી.
સુપરસકર મશીન અને ડમ્પ ટેન્ક ખરીદવાનું કામ નિયમ વિરુદ્ધ મંજૂર થયું?
By
Posted on