Sukhsar

સુખસરની પોસ્ટ ઓફિસનું પોતીકું મકાન નથી, વર્ષોથી મુશ્કેલી ભોગવતા કર્મચારીઓ

સુખસર પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોસ્ટ ઓફિસના પોતાના મકાન માટે રજૂઆતો છતાં આંખ આડા કાન કરતાં જવાબદાર અધિકારીઓ?


( પ્રતિનિધિ ) સુખસર

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર લેવલના સરકારી સાહસો માટે કરોડો અબજો રૂપિયા ખર્ચ કરી જે-તે કાર્યાલયનું સંચાલન કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર સંચાલિત કેટલાક કાર્યાલયોની હાલત બદતર હોવાનું જોવા અને જાણવા મળે છે. જે બાબતે જે-તે કાર્યાલયના જવાબદારો દ્વારા અનેકવાર ઉપલી કક્ષાએ રજૂઆતો કરવા તેમજ ઉચ્ચ અધિકારીઓ માહિતગાર હોવા છતાં આંખ આડા કાન કરી કોઈ સુધાર લાવવા માંગતા ન હોય તેવી ના છૂટકે વિકટ પરિસ્થિતિમાં કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોવાનું જોવા મળે છે.તેવી જ પરિસ્થિતિ ફતેપુરા તાલુકાના સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયની સ્થિતિ જોતા જણાઈ આવે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની પોસ્ટ ઓફિસ સલગ્ન ગ્રામ્ય વિસ્તારની 14 જેટલી પોસ્ટ ઓફિસ આવેલી છે. આ તમામ પોસ્ટ ઓફિસની કામગીરી ખાસ કરીને સુખસર પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવે છે.ત્યારે અગાઉ વર્ષો સુધી પોસ્ટ ઓફિસની કામગીરી એક ખંડેર જેવા મકાનમાં ચલાવાઇ રહી હતી.પરંતુ ચોમાસા જેવા સમયે પોસ્ટ ઓફિસના કાર્યાલયમાં વરસાદી પાણી પડતા ફર્નિચર તથા ડોક્યુમેન્ટ સહિત આવતી જતી ટપાલને નુકસાન થઈ રહ્યું હતું.

જેના લીધે બાજુમાં જ સુખસર માર્કેટયાર્ડના ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસની કામગીરી ચાલુ કરવામાં આવેછે.અને આ મકાનમાં પણ પોસ્ટ ખાતાના જવાબદારો તથા માર્કેટયાર્ડના જવાબદારો વચ્ચે મકાન ભાડા બાબતે સમયસર લેવડ-દેવડ બાબતે અનેકવાર મૌખિક વાદવિવાદ પણ થઈ ચૂકેલા છે.જોકે આ પોસ્ટ ઓફિસ માર્કેટ યાર્ડમાં છેવાડે આવેલ હોય થોડા મહિનાઓ અગાઉ કાર્યાલયના સમય બાદ કોઈક લોકોએ પોસ્ટ ઓફિસના તાળાં તોડી ફર્નિચર કોમ્પ્યુટર વગેરે બહાર ફેંકી જવાનો બનાવ પણ બની ચૂકેલો છે.તેમજ હાલમાં આ કાર્યાલયમાં સીલીંગથી પાણી ઉતરતું હોય ફર્નિચર,કોમ્પ્યુટર તથા ટપાલોને નુકસાન થાય તેવી સ્થિતિ પણ નજરે જોતા જણાઈ આવે છે.સુખસર પોસ્ટ ઓફિસના કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય જણાય છે.પરંતુ કાર્યાલયના વ્યવસ્થિત મકાનના અભાવે કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.

ઉપરોક્ત બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સ્થાપના કર્મચારીઓને પડતી મુશ્કેલી બાબતે ધ્યાન આપી યોગ્ય જગ્યાએ પોસ્ટ ઓફિસની કામગીરી કરવામાં આવે તેવી સ્ટાફ કર્મચારીઓ સહિત પોસ્ટના ગ્રાહકો દ્વારા માંગ ઉઠવા પાણી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top