Education

સીબીએસઈની 1 જાન્યુઆરીથી પ્રોજેકટ વર્ક,આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિકલ પરિક્ષા

પ્રેક્ટીકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સંચાલન નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા શાળાઓને નિર્દેશ :

ધોરણ 10-12 ની પ્રેક્ટીકલ પરીક્ષામાં માર્કસ ભરવામાં ભૂલ થશે તો સુધારો નહીં થાય :

( પ્રતિનિધી )વડોદરા,તા.20

સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12 ની પ્રેક્ટીકલ પરીક્ષાઓ પ્રોજેક્ટ કામ તથા આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. આ પરીક્ષાઓને લઈ બોરડે પોતાની તમામ શાળાઓને સુચનાઓ આપી છે. જેમાં વિદ્યાર્થીઓના પ્રેક્ટીકલ પ્રોજેક્ટ તથા આંતરિક મૂલ્યાંકનના ગુણ અત્યંત સાવચેતી પૂર્વક ભરવા જણાવાયું છે.

કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 12 ની પ્રેક્ટીકલ પરીક્ષામાં માર્કસ ભરવામાં ભૂલ કરવામાં આવશે, તો સુધારો કરવામાં નહીં આવે. જેથી શાળાઓને દરેક પ્રક્રિયા સંપૂર્ણ સાવચેતી સાથે પૂર્ણ કરવા જણાવાયું છે. તમામ પ્રેક્ટીકલ પરીક્ષાઓ અને પ્રોજેક્ટ નું સંચાલન નિર્ધારિત સમય મર્યાદાની અંદર યોગ્ય રીતે પૂર્ણ કરી લેય. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સીબીએસઈ દ્વારા શાળાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા મોકલેલી માહિતીમાં કયા વિષયમાં પ્રેક્ટીકલ હશે અને કયામાં પ્રોજેક્ટ અને તેના ગુણ કેટલા હશે તેની વિષયવાર વિગતવાર માહિતી પણ આપવામાં આવી છે. બોર્ડે નોંધ્યું છે કે ઘણી વખત શાળાઓ પ્રેક્ટીકલ પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકનના ગુણ ભરતી વખતે ભૂલ કરી બેસે છે. આથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે માટે બોર્ડે વિસ્તૃત માહિતી પણ પૂરી પાડી છે. બોર્ડે શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ આ પરિપત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનથી વાંચે અને પછીથી વિવિધ બહાના આપીને પોતાની ભૂલ સુધારવાની વિનંતી ન કરે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડે તાજેતરમાં જે સૂચનાઓ જાહેર કરી છે તે સીબીએસઈની તમામ શાળાઓને લાગુ પડશે.

Most Popular

To Top