Panchmahal

સીબીઆઈએ NEET કૌભાંડમાં 6 વિદ્યાર્થી અને વાલીઓના નિવેદન લીધા…

ગોધરા NEET પરીક્ષા કૌભાંડના કેસની તપાસ CBI દ્વારા સંભાળ્યા બાદ આજે તપાસના ચોથા દિવસે CBIની ટીમ દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે જે 16 વિધાર્થીના નામો મળી આવ્યા હતા તે પૈકી 6 વિધાર્થીઓ ગુજરાતના હોવાનું બહાર આવ્યા બાદ આજે CBIની ટીમ દ્વારા વિધાર્થીઓ અને વાલીઓ સહીત સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.જ્યારે બીજી એક ટીમ ગોધરા કોર્ટમાં તપાસ અર્થે પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર કેસમાં CBI દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે હજુ પણ વધુ ચોકવનારા ખુલાસા સાથે મોટા માથાઓની સંડવણી પણ બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.ગોધરા ખાતેના નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રના મામલે તપાસ અર્થે CBI ટીમે ગોધરામાં ધામા નાખ્યા છે. ગઈકાલે CBIની ટીમ નીટના ગોધરા અને થર્મલના પરીક્ષા કેન્દ્ર જય જલારામ સ્કૂલ ખાતે તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં બંને કેન્દ્રો પર પરીક્ષાના દિવસે ઉપસ્થિત સ્ટાફના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જે રીતે અગાઉ ગોધરાના પરવડી સ્થિત જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષા કેન્દ્રમાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં રાજ્યભરમાં અને ત્યારબાદ દેશભરમાં નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.શરૂઆતમાં પંચમહાલ જિલ્લા પોલીસે નીમેલી ખાસ તપાસ ટીમે કૌભાંડમાં સંડોવાયેલા કેન્દ્રના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત કુલ પાંચ શખ્સની ધરપકડ કરી હતી.પરંતુ ત્યારબાદ અન્ય સ્થળોએ થયેલી ગેરરીતી અને પેપરલીક જેવી ઘટનાઓની તપાસ CBIને સોંપાતા રાજ્ય સરકારે પણ ગોધરાના કેસની તપાસ CBIને સોંપી હતી. જે બાદ CBIની ટીમે હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ માટે ગોધરામાં ધામા નાખ્યા છે….

Most Popular

To Top