*નર્મદાનું જળ ભરી ડભોઇ ખાતે પહોંચી કાવડ યાત્રા*
ડભોઇ: સમગ્ર ગુજરાતભરમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે વડોદરાના ડભોઇના હરિહર આશ્રમ ખાતેથી ગઈકાલે રાત્રે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળભરી ડભોઇ પરત થઈ હતી જ્યાં સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કાવડયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નહીં કાવડયાત્રાના દર્શન કરી કાવડયાત્રા ડભોઇ શહેરના વાઘનાથ મંદિર,કુબેરેશ્વર મંદિર,પંચેશ્વર મહાદેવ ખાતે આવેલ મંદિર માં જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવ ભક્તો તેમજ પાલિકા પ્રમુખ બીરેન શાહ,વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશીકાંત પટેલ,વિશાલ શાહ,શહેર પ્રમુખ દીક્ષિત દવે,મહામંત્રી હિરેન શાહ,અમિત સોલંકી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.