(પ્રતિનિધિ) વડોદરા તા. 14
‘સેવા પરમો ધર્મ’ એ ઉક્તિને સાર્થક કરતા શ્રી સિધ્ધેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સાવલી દશા દિશાવળ વણિક સમાજ, વડોદરા, કોર્પોરેટર ડો. રાજેશ શાહ (નીકીર) અને રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, સમા સાવલી રોડ, વડોદરા તરફથી દશા દિશાવળ ભુવન, એરપોર્ટ સામે, હરણીરોડ ખાતે હૃદય રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં HbA1c (ત્રણ મહિનાનો ડાયાબિટીસ એવરેજ તપાસ), થાઇરોઈડ તપાસ, ECG – છાતી ની પટ્ટી અને હૃદય રોગ નિષ્ણાતના ચેકઅપનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો
35 વર્ષથી વધુ ઉંમરના સાઢા ત્રણસોથી વધુ નગરજનો અને વૈષ્ણવોના ચેકઅપ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ કેમ્પ સવારે 9 થી બપોરે 12:30 સુધી યોજાયો હતો. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.મ્યુનિ.કાઉન્સિલર અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહ (નિકિર) એ લોકોને વધુમાં વધુ આ હ્રદયરોગ માટેની તપાસ કેમ્પની સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી. સાથે જ તેમણે મણીભાઈ વાસણવાળા તેમજ આયોજનકર્તા સુનિલભાઈ શાહ, હર્ષદભાઇ મજમુદાર,નિગમ પુરોહિત, નિલેશભાઈ શાહ, પ્રકાશભાઇ, ભરતભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.