વડોદરા શહેર નજીક આવેલા સિકંદરપુરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ધમધમતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી બે મહિલા સહિત ત્રણ બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા રૂપિયા 2.88 લાખનો દારૂ-બીયરનો જથ્થો, રૂપિયા 25 હજાર રોકડા મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
31 ડિસેમ્બરના દિવસે બુટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી રહ્યા છે. જેના પર સતત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. 16 ડિસેમ્બરના રોજ વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સિકંદરપુરા ગામમાં રેડ કરી હતી. ત્યારે પાણીની ટાંકી પાસેથી 2.88 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેમાં સ્થળ પરથી ભુપત પરસોતમ વસાવા રહે, સિકંદરપુરા વચલુ ફળિયુ અને બે મહિલા ઝડપાઈ ગયા હતાં. જ્યારે સંજય ઉર્ફે કનુ ભાલીયા, વિશાલ કનુ ભાલીયા સ્થળ પરથી નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. એસ એમ સી ની ટીમે વિદેશી દારૂનો જથ્થો, રોકડા રૂ 25 હજાર, 3 મોબાઈલ રૂપિયા 15 હજાર, બે ટુ વ્હીલર રૂ.90 હજાર મળી કુલ રૂ. 4.18 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. એસએમસી દ્વારા આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.
સિકંદરપુરા ગામમાં દારૂના અડ્ડા પર SMCના દરોડા, 2 મહિલા સહિત 3ની ધરપકડ
By
Posted on