સાવલી: સાવલી મામલતદાર દ્વારા મુવાલ ગામની સીમમાં સપાટો બોલાવીને ગેરકાદેસર માટી ઉલેચતા માફિયાઓ ને ઝડપીને ખોદાણ અટકાવતા ફફડાટ વ્યાપી ગયો છે .

મળતી માહિતી મુજબ સાવલીના સેવાસદન પાસે હેલિપેડ બનાવાયું છે. તેની તેની બાજુની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોવાની માહિતી સ્થાનિકોએ સાવલી મામલતદાર જીગ્નેશ પટેલને આપી હતી. માહિતીના આધારે સાવલી મામલતદાર જીગ્નેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતાં
અને માટી ખનન અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ખનન ગેરકાયદેસર જણાવ્યું હતું.
મુવાલ ગ્રામ પંચાયત માં આવેલ સર્વે નંબર ૯૨ માં માટી કાઢવા ની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલીએ આપી હોવાનું જણાયું હતું પરંતુ માટી કાઢવાની પરમિશન ની અરજીમાં સર્વે નંબર ૯૨ ની જગ્યા એ સર્વે નંબર ૫૬ માં ખોદકામ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.

સાવલી મામલતદાર દ્વારા મુવાલ તલાટી કમ મંત્રી ને ટેલીફોનીક માહિતી પૂછતા તલાટી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતુ. હાલ માટી ખોદકામ મામલતદારે યુદ્ધના ધોરણે બંધ કરાવ્યું છે. સ્થળ ઉપરથી મળેલી તાલુકા વિકાસ અધિકારીના જય સિક્કા વાળી પરમિશન લેટરમાં તારીખ ૨૪/૪/૨૦૨૫ ના રોજ આ પરમિશન લેટર ખુશી ટ્રાન્સપોર્ટ પોઇચા અને સર્વે નંબર ૯૨ મોજે મુવાલ નો તળાવ ઊંડું કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે અને રોજે રોજનો અહેવાલ રજીસ્ટર નિભાવીને રોજે રોજ ની એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરીની નોંધ કરવાની નોડલ અધિકારી એટલે કે તલાટી એ નિભાવવાં મુખ્ય શરત છે. પરંતુ ભારે આશ્ચર્યજનક રીતે તલાટી આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. પરંતુ સ્થળ સ્થિતિ પર પરમિશન કરતા અલગ જગ્યાએ જ ખોદાણ થતું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
ઘણી ગ્રામ પંચાયત માં ઓચિંતી રેડ કરવા માં આવે તો આવા અનેક ગેર કાયદેસર ખનન ઝડપાય
મામલતદારની સરપ્રાઈઝ વિઝીટના પગલે તાલુકાના ખનીજ માફીઆઓમાં ફફડાટ વ્યાપી ગયો છે હાલમાં સાવલી તાલુકા માં આવી ઘણી ગ્રામ પંચાયત માં ઓચિંતી રેડ કરવા માં આવે તો આવા અનેક ગેર કાયદેસર ખનન ઝડપાય તેવી હાજર જનો ચર્ચા કરતા જોવા મળી રહ્યા હતા આ બાબતની જાણ ગામના જાગૃત ખેડૂત વિજયભાઈ પટેલે પોતાના ખેતરના પાસે ખોદકામ થતું હોવાથી અને પોતાની જમીન નું ધોવાણ થવાની દહેશત થી મામલતદાર સાવલી ને જાણ કરી હતી
મને ખબર જ નથી કે આ કામની પરમિશન ક્યારે આપવામાં આવી છે: તલાટી
આ બાબતે મુવાલ ગામના તલાટી અર્પિતા બેન ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મુવાલ ગામના સર્વે નંબર 92ની ખોદકામ માટેની દરખાસ્ત મેં કરીને તાલુકા પંચાયત ખાતે મોકલી હતી. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ પરમિશન આપી છે અને આ પરમિશન આપ્યા બાદ મને કોઈપણ પ્રકારની કચેરી તરફથી જાણ કરવામાં આવી નથી તેથી મને ખબર જ નથી કે આ કામની પરમિશન ક્યારે આપવામાં આવી છે અને કયા ખોદવામાં આવી રહ્યું છે જેથી આ ખોદકામ બાબતે હું બિલકુલ અજાણ છું