સાવલી: સાવલી તાલુકામાં સવારથી ધીમી ધારે પડી રાહ વરસાદનું જોર વધ્યું છે અને સમગ્ર પંથક માં અવિરત વરસાદ ચાલુ છે.
સાવલી તાલુકા માં ધોધમાર વરસાદ ન પગલે તાલુકા માંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે થઇ છે. ઉપર વાસ નાં ભારે વરસાદને પગલે મહી નદીમાં નવા નીર આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદ ને પગલે મહી નદીનાં જળસ્તરમાં સતત વધારો જોવા મળ્યો છે.
સારા વરસાદ ને પગલે વણાંક બોરી ડેમમાં પાણીનું સ્તર વધતા મહી નદીમાં પાણી છોડતા મહી નદી બે કાંઠે થઇ છે.
સાવલી નાં લાંછન પુર, કનોડા પોઇચા, ગળતેશ્વર ,ભાદરવા જેવા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરાયા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ ભારે વરસાદ પડવાની શક્યતાની આગાહીને પગલે લોકોને નદીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.