સાવલી: સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલી પલ્લવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેસ છોડવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાના આક્ષેપ સાથે પંથકના સામાજિક અગ્રણીએ પોલ્યુશન વિભાગમાં લેખિત પત્ર પાઠવતા ચકચાર મચી જવા પામી છે.

સાવલીના મોક્સી ગામે આવેલી ફેક્ટરીના ઉત્પાદન દરમિયાન ઝેરી ગેસના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાના આક્ષેપ સાથે આ વિસ્તારના સામાજિક અગ્રણી હરદીપસિંહ મહિડાએ લેખિતમાં પત્ર પ્રાદેશિક અધિકારી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
વડોદરાને પાઠવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે મોક્સી ગ્રામ પંચાયત દ્વારા પણ પોતાના લેટર પેડ પર કંપની દ્વારા પ્રદૂષણ ન ફેલાવવા અને ગ્રામજનોના પાકને નુકસાન થાય છે અને આ કંપની ગેસ ના કારણે નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફો પડતી હોવાનો લેખિત પંચાયત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને નોટિસ પાઠવીને કાર્યવાહી કરવાની ચીમકી પંચાયતે આપી છે.

જ્યારે હરદીપસિંહ મહિડાએ લેખિત આક્ષેપમાં જણાવ્યું છે કે કંપનીના પ્રદૂષણથી કૃષિ પાકને થયેલ નુકસાન થાય છે. તેઓના આક્ષેપ મુજબ ગામના નજીક આવેલી કંપની પલ્લવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદ્યોગ ધંધા દરમિયાન છોડાતા કેમિકલ યુક્ત ધૂમાડા અને પાણીના પ્રવાહના કારણે ખેડૂતો ના ઊભા પાકને નુકશાન થાય છે.
ગામના ખેડૂત ઈશ્વરભાઈ મગનભાઈ વડોદીયાએ તેમના ખેતરમાં કરેલા પાકને ખેતીની જમીન ગંભીર નુકસાન થયું છે. કપાસના ખેતરમાં મોટું પ્રમાણ સુકાઈ ગયું છે. પાંદડા બળીને કાળા પડી ગયા છે. જેના કારણે આર્થિક નુકસાન થયું છે. અને
આ અંગે તાત્કાલિક તપાસ કરીને કંપની સામે જરૂરી કાર્યવાહી કરવા અને વળતર તેમજ ન્યાય મળવો જોઈએ એવી માંગણી કરી છે. આમ તાલુકામાં વિવિધ એકમો દ્વારા પ્રદૂષણ ફેલાવવાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે તે બાબત ફરી એકવાર ફલિત થઈ છે