Savli

સાવલી તાલુકાના ભાદરવા ગામે બે ભાજપના હોદ્દેદારો બાખડતાં રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનો વિષય બન્યો

હાલના સરપંચ પતિ અને પૂર્વ સરપંચ પતિ અને ભાજપ કિસાન મોરચાના હોદ્દેદાર વચ્ચે પાણી છોડવા મુદ્દે મારામારી નો વિડીયો વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ભાજપ ની આબરૂના લીરેલીરા ઉડ્યા છે બનાવ સંદર્ભે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા કુલ 10 ઈસમો સામે ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપ ના બંને નેતાઓ વચ્ચે મારામારી થતાં શિસ્ત બધ્ધ પાર્ટીના આબરૂના ધજાગરા ઉડ્યા હતા
ભાજપ ના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના સરપંચ પતિ મહીપત સિંહ રાણા અને પૂર્વ ભાજપ જિલ્લા પંચાયત ના પતિ અને પૂર્વ સરપંચ ના પતિ અને પ્રદેશ કિસાન મોરચાના હોદ્દેદાર અશોક ગામેચી વચ્ચે મારામારી થઇ હતી જેનો વિડીયો વાયરલ થતા ભાજપની ભારે ફજેતી થવા પામી છે અને આજે સમગ્ર દિવસ ભર આ બે નેતા ઓ ની ચર્ચા એરણ પર હતી આ બાબતે ભાદરવા પોલીસ મથકે ફરિયાદી મહિપતસિંહ ચંદ્રસિંહ રાણા રહે ભાદરવા એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પોતાની પત્ની જોસના બેન ગામના સરપંચ છે અને પંચાયત દ્વારા પાણીની સુવિધા માટે બોરવેલ બનાવેલ છે અને કર્મચારી સમયસર પાણી છોડે છે તેવામાં ફરિયાદીના ફોન પર ફોન આવેલ કે ભાદરવા પંચાયતના સભ્ય અશોકભાઈ ગામેચી ના વિસ્તાર માં પાણી આવતું નથી તેથી તેઓ પોતાની કાર લઈને જોવા ગયા હતા ત્યારે અશોકભાઈ ગામેચી અને અન્ય ઈશમો ગમે તેમ ગાળો બોલવા લાગેલા અને લાતો અને ગડદા પાટુનો માર માર્યો હતો અને ઝપાઝપી કરી કરી હતી તે સમયે અન્ય માણસો ભેગા થઈ જતા પોતે ડરના માર્યા ભાગી ગયા હતા અને ભાદરવા પોલીસ મથકે (૧) અશોકભાઈ દલપતભાઈ ગામેચી (૨) રાજુભાઈ દલપતભાઈ ગામેચી (૩) રાજુભાઈ પુંજાભાઈ ગામેચી (૪) નિકુલભાઇ મહેશભાઈ ગામેચી (૫) મહેશભાઈ પુંજાભાઈ ગામેચી તમામ રહે ભાદરવા તા સાવલી લીમ્બચીયાવગો સામે ફરિયાદ નોંધાવતા ભાદરવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે સામા પક્ષે ફરિયાદી અશોકભાઈ દલપતભાઈ ગામેચી રહે ભાદરવા લીમ્બચીયાવગો તા સાવલી ના એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પોતે ગ્રામ પંચાયત માં વોર્ડ નંબર એકના સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ પણ છે અને ગતરાત્રિના સમયે સાંજના સાડા છ વાગ્યાની આજુબાજુ તમારા વિસ્તારમાં પાણીની જરૂરિયાત હોય પાણી છોડવા માટે મહિપતસિંહ ને ફોન કરતા મને જણાવેલ કે હું તમારા ફળિયા નો પાણીનો વાલ જોઈ આવું છું તેમ કહીને ફોન મૂકી દીધેલ અને ત્યારબાદ સાતેક વાગ્યાના આજુબાજુ મહિપતસિંહ પોતાની સ્વિફ્ટ કાર લઈને અમારા ફરીયામાં વાલ જોવા આવેલા અને સમયસર પાણી નથી આવતું તે બાબતે રજૂઆત કરતા ફળિયાના માણસો ભેગા થઈ ગયા હતા તેઓએ પાણી બાબતે કહેતા અમારા ઘરની બહાર આવીને ગમે તેમ ગાળો બોલીને કહેલ કે તું અમોને પાણી છોડવા નું કહેવા વાળો કોણ તેમ કહી ને ગાળો બોલી હતી ગાળો બોલવાની ના કહેતા તેઓની સાથે આવેલ અન્ય ઈસમો સહિત ઉશ્કેરાઈ જઈ મને માર મારવા લાગ્યા હતા જેથી મારા ઘરના સભ્યો છોડાવવા પડતા તેઓએ મને માર મારીને ભાગી છુટ્યા હતા તે બાબતે (૧) મહિપતસિંહ ચંદ્રસિંહ રાણા (૨) વિશાલસિંહ કિશનસિંહ જાદવ (૩) બીટુ સિંહ મહિપતસિંહ રાણા (૪) સની મહિપતસિંહ રાણા (૫) મેહુલ કિશનસિંહ જાદવ તમામ રહે ભાદરવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભાદરવા પોલીસે ગુનો નોંધી તમામ ૧૦ આરોપીઓને ઝડપીને જેલ ભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા છે
જ્યારે સમગ્ર મારામારી નો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી

સાવલી ના ભાદરવા ગામે ભાજપના બે હોદ્દેદારો વચ્ચે થયેલ મારામારીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ ની કાર કેટલીક મહિલાઓ અને બાઇક પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મહિપત સિંહ રાણા પૂર્વ સાવલી તાલુકા ભાજપ પ્રમુખ છે જ્યારે અશોક ગામેચી ભાદરવાના પૂર્વ સરપંચ અને ભાજપ કિસાન મોરચા ના હોદ્દેદાર છે અને તેઓના પત્ની પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય છે અને બંને નેતા ઑ ધારાસભ્ય કેતન ઇનામદાર ના નજીક ના છે આમ
ભાજપ ના બે નેતાઓ વચ્ચે મારામારી થતાં સમગ્ર તાલુકા માં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે

Most Popular

To Top