Savli

સાવલી–ડેસર પંચાયત બેઠકો માટે ભાજપની યાદી જાહેર: ક્યાંક ખુશી તો ક્યાંક ગમ, મોટા માથાઓના પત્તા કપાયા

ડેસર જિલ્લા પંચાયત સામાન્ય મહિલા બેઠક પર ઓબીસી ઉમેદવારને ટિકિટથી ચર્ચાનો વિષય
મોટા ભાગે નવા ચહેરાઓને તક, કેટલાક વરિષ્ઠ નેતાઓને રીપીટ ન કરતાં અસંતોષની લાગણી

પ્રતિનિધિ, સાવલી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સાવલી અને ડેસર તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતાં રાજકીય વર્તુળોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે. ઉમેદવારી મેળવવા ઇચ્છુક આગેવાનો દ્વારા ભારે લોબિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૭ ટકા ઓબીસી અમલ બાદ ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પડકારરૂપ બની હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા છેક સાંજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ડેસર જિલ્લા પંચાયત બેઠક સામાન્ય મહિલા તરીકે જાહેર હોવા છતાં ઓબીસી મહિલા ઉમેદવાર મનીષાબેન દલપતસિંહ પરમારને રીપીટ ટિકિટ આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ઉપરાંત શિહોરા બેઠક નંબર ૨૬ માટે માજી સાવલી અને ડેસર તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ડાહ્યાભાઈ સોલંકીને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે. જ્યારે માજી શિક્ષણ સમિતિના ચેરમેન અને શિહોરા બેઠક પર ત્રણ ટર્મથી ચૂંટાતા રણજીતસિંહ ધૂળસિંહ પરમારની ટિકિટ કપાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
જિલ્લા પંચાયત માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં બેઠક નંબર ૨ ભાદરવા માટે આકાશસિંહ વિનેસસિંહ પરમાર, બેઠક નંબર ૮ ડેસર માટે મનીષાબેન દલપતસિંહ પરમાર (રીપીટ), બેઠક નંબર ૯ માટે નેહાબેન કિરીટસિંહ બારોટ, બેઠક નંબર ૧૨ ગોઠડા માટે ગોપાલભાઈ ચંદુભાઈ ચૌહાણ, બેઠક નંબર ૨૦ પિલોલ માટે નીલમબેન ચંદુભાઈ રાઠોડિયા, બેઠક નંબર ૨૬ શિહોરા માટે મહેન્દ્રસિંહ ડાહ્યાભાઈ સોલંકી તથા બેઠક નંબર ૩૩ વાંકાનેર માટે અરૂણાબેન અર્જુનસિંહ પરમારના નામોની જાહેરાત કરવામાં આવી છે.
તાલુકા પંચાયત માટે બેઠક નંબર ૧ અમરાપુરા માટે અંજનાબેન પૃથ્વીરાજસિંહ સોલંકી, બેઠક નંબર ૨ બહિધરા માટે રવિન્દ્રસિંહ રમેશકુમાર વાઘેલા, બેઠક નંબર ૩ ભાદરવા માટે રેખાબેન રંગીતભાઈ પરમાર, બેઠક નંબર ૪ ધનતેજ માટે નીરૂબેન વિક્રમસિંહ પરમાર, બેઠક નંબર ૫ ગાંગડિયા માટે પિંકુબેન શૈલેષભાઈ સોલંકી, બેઠક નંબર ૬ ગોઠડા–૧ માટે નફીસાબેન સલીમભાઈ વોરા, બેઠક નંબર ૭ ગોઠડા–૨ માટે હિરલબેન હર્ષદભાઈ મકવાણા, બેઠક નંબર ૮ કનોડા માટે તીરથભાઈ ખોડાભાઈ ચૌહાણ, બેઠક નંબર ૯ લોટના માટે યશવંતકુમાર મફતભાઈ ભાલીયા, બેઠક નંબર ૧૦ મંજુસર માટે ભીખાભાઈ મહેશભાઈ સોલંકી, બેઠક નંબર ૧૧ મેવલી માટે નરેન્દ્રકુમાર જશવંતભાઈ મેવલિયા, બેઠક નંબર ૧૨ મોક્સી માટે જૈનસ આશાભાઈ પટેલ, બેઠક નંબર ૧૩ મોટી ભાડોલ માટે નીતાબેન મુકેશભાઈ રાજપુત, બેઠક નંબર ૧૪ ન્હારા માટે ભુપેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર, બેઠક નંબર ૧૫ પરથમપુરા (સી) માટે મયુરકુમાર તીરથસિંહ રાઠોડ, બેઠક નંબર ૧૬ પીલોલ માટે ભાવનાબેન સુરેશભાઈ ઠાકરડા, બેઠક નંબર ૧૭ પોઇચા (ક) માટે અનિલકુમાર વસંતસિંહ સોલંકી, બેઠક નંબર ૧૮ રાણીપુરા (સ) માટે સીમાબેન મહેશભાઈ તલાવીયા, બેઠક નંબર ૧૯ રાણીયા માટે બ્રિજેશકુમાર રોહિતકુમાર પટેલ, બેઠક નંબર ૨૦ ટુંડાવ માટે મહેમૂદાબેન મહંમદહનીફ ચૌહાણ, બેઠક નંબર ૨૧ વેમાર માટે સુમિત્રાબેન રમેશભાઈ ગોહિલ તથા બેઠક નંબર ૨૨ વાંકાનેર માટે જ્યોત્સનાબેન કરણસિંહ વડોદિયાને ટિકિટ ફાળવવામાં આવી છે.

રિપોર્ટર : વિમલ પટેલ

Most Popular

To Top