સાવલી: સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી એશિયન સ્કાય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીમાંથી ત્રણ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં મંજુસર પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાવલી તાલુકામાં ગૌરક્ષક તરીકે ફરજ બજાવતા દીપક પરમારને માહિતી મળી હતી કે લામડાપુરા ગામે આવેલી એશિયન સ્કાય કંપનીમાં એક ઈસમે શંકાસ્પદ માંસ મંગાવ્યું છે. તેના પગલે સ્થળ પર જઈને મંજુસર પોલીસને જાણ કરી હતી.
બનાવના પગલે પોલીસે શંકાસ્પદ માંસને કબ્જે લઈને એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલ્યું હતું જેનો રિપોર્ટ ગઈકાલે સાંજે પોઝિટિવ આવતા પોલીસે ગૌમાંસ અને ગૌ વધ મામલે ત્રણ ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે (૧) ખુશનુર આલમ ઉર્ફે હુશનૂર આલમ નૂર આલમ શેખ હાલ રહે એશિયન સ્કાય ઇન્ફ્રાસ્ટક્ચર લામડાપુરા તા સાવલી (૨) સોહિલ અબ્દુલ રાઠોડ રહે ટુંડાવ તા સાવલી (૩)મુખ્તાર સલીમ કુરેશી રહે ટુંડાવ તા સાવલીની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.