સાવલી નાં રાધેશ્યામ સોસાયટી માં મેડિકલ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રસોઈ બનાવતી વેળાએ ગેસ નો બોટલ લીકેજ થતા આગ લાગીને ફાટતાં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
સાવલી નગરની રાધેશ્યામ સોસાયટીમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાડે ઘર રાખી રહે છે. તેવામાં આજે સાંજના સમયે વિદ્યાર્થીઓ દ્વારા જમવાનું બનાવતા હતા. તે વેળાએ અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે તબીબી વિદ્યાર્થીઓની સમય સૂચકતાના કારણે સળગતો બોટલ મકાનની બાલકનીમાં મૂકી દેવામાં આવ્યો હતો. આ સમયસુચકતા રાખી સળગતો સિલિન્ડર બાલ્કનીમાં મૂકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી
જોત જોતા માં સળગતા સિલિન્ડર માં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો આજુ બાજુ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે જેથી મોટી દુર્ઘટના થતાં અટકી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શિવમ નામ નાં એક વિદ્યાર્થી ને સામાન્ય ઇજા થવા પામી છે.
