સાવલી પોલીસ સ્ટેશન નાં પી.આઇ. જે.યું.ગોહિલ દ્વારા ફરી એક રાહદારી યુવક ને દુમાડ ગામ પાસે કાર ઓવરટેક કરવા મુદ્દે રોફ જમાવી યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામ્યો છે
સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પી આઈ જે યુ ગોહિલ સામે કાર ની ઓવરટેક કરવા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ કરતા ફરી એકવાર વિવાદ જાગ્યો છે

સાવલી ના ધનતેજ ગામના યુવક પોતાના પિતા ને દવાખાને મળવા જતા ભાઇ કાર્તિક ઘનશ્યામ રહે ધનતેજ અને દુમાડ ગામ પાસે ઊભો રાખીને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે ઇજાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી છે ઇજાગ્રસ્ત યુવકે પી આઈ સિવિલ ડ્રેસ માં હતા અને રિવોલ્વર બતાવીને માર માર્યાનો આક્ષેપ કર્યો છે

ઇજાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી છે ઇજાગ્રસ્ત યુવકને પોલીસ મંજુસર પોલીસ મથકમાં લઇ ગઇ ,સાવલી પી.આઇ ગોહિલ સ્ટાઈલમાં સિવિલ ડ્રેસ માં યુવક ઉપર પોતાની સર્વિસ રિવોલ્વર બતાવી રોફ બતાવવાનો આક્ષેપ કરવામાં આવતા ફરી એકવાર સાવલી પી આઈ જયેન્દ્ર ગોહિલ વિવાદમાં આવ્યા છે અને સાવલી પોલીસની કામગીરી વિવાદના ઘેરા માં આવી છે
તસવીરમાં સાવલી પી આઈ જયેન્દ્ર ગોહિલ દ્વારા યુવકને માર માર્યાનો આક્ષેપ કરતા ઇજાગ્રસ્ત યુવક સારવાર કરાવતો નજરે પડે છે
