Savli

સાવલીના તુલસીપુરામાં પંચાયત ઘરનું કામ શરૂ નહીં થતા ગ્રામજનોના ધરણાં

સાવલી: સાવલી તાલુકાના તુલસીપુરા ગામના નવીન ગ્રામ પંચાયત ઘરની મંજૂરી મળી ગયા બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા સરપંચ અને ગ્રામજનોએ સાવલી આર. એન્ડ. બી વિભાગની કચેરીની બહાર ધરણાં પર બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલીતકે કામગીરી હાથ ધરવાની માંગ કરી હતી.

સાવલી તાલુકાના તુલસીપુરા ગામ પંચાયતનાં મકાનની ગ્રાન્ટની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે. નવીન મકાનના નિર્માણ માટે ત્રણ મહિના પહેલા વર્ક ઓર્ડર મળી ગયો હોવા છતાં તંત્ર દ્વારા બાંધકામની પ્રક્રીયા હાથ ધરવામાં આવી નથી. તેના પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને વિવિધ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આજરોજ સરપંચ સહિત ગ્રામજનો નાના બાળકો મહિલા સાથે કચેરી નાં પટણાંગણમાં જ નીચે બેસી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે તુલસીપુરા ગામ સરપંચ સહિત કુટુંબ પરિવાર સાથે આર એન્ડ બી વિભાગ કચેરી સામેજ મોટી સંખ્યામાં અચોક્કસ મુદતનાં ધરણાં પર બેઠા હતા.

સરપંચ મહેશભાઈ તલાવીયાએ જણાવ્યું હતું કે તુલસીપુરા ગામનું નવીન ગ્રામ પંચાયતના મકાનની બાંધકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી ધરણા ઉપર અમે બેસીશું.
જોકે આર .એન .બી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં હાજર રહ્યા નહતા

Most Popular

To Top