વડોદરા: જિલ્લામાં વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે સતર્કતા દાખવતી એલ.સી.બીની ટીમ રીતસર ઊંઘતી ઝડપાઇ ગઈ હતી. સ્થાનિક પોલીસના નાક નિચેથી ભુંસાની આડમાં દારૂનો જથ્થો સાવલી તાલુકામાં બિન્દાસ્ત પહોંચીને ખુલ્લેઆમ કટીંગ થઇ રહ્યો હતો. તેજ સમયે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે છાપો માર્યો હતો. નામચીન બે લીસ્ટેડ બુટલેગર મુન્ના જયસ્વાલ સહિત 19ના નામ ખુલતા તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.

ગુજરાતમાં ધમધમતા દારૂના વેપલાને કાબુમા લેવા રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ સતત કામગીરી કરી રહીં છે. દારૂના ગેરકાયદે ધંધાના સિન્ડીકેટ બૂટલેગરોની તો કમ્મર જ તોડી નાખી હતી. જેમાં એસ.એમ.સીએ રાજસ્થાનની બિશ્નોઇ ગેંગ અને વડોદરાની સિંધી ગેંગના કૂલ 13 બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ વડોદરા શહેરા લીસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી, જુબેર મેમણ ગેંગના કૂલ 8 બુટલેગરો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હજી સુધી વડોદરા જિલ્લા પોલીસ જાગી નથી, કાતો પછી જિલ્લામાં દારૂનું વેચાણ જ નથી થતું તેવું માની બેઠલી પોલીસે હજી સુધી એક પણ લીસ્ટેડ બુટલેગર સામે કોઇ પણ પ્રકારની પગલા ભર્યા નથી.

સાવલી તાલુકાના કુખ્યાત બુટલેગર ધવલ ઉર્ફે મુન્ના જયસ્વાલ તેના ભાઇ સાગર વિદેશી દારૂનો જંગી જથ્થો મંગાવીને પાણીની ટાંકી સામે તેના ઘરની ખુલ્લી જગ્યામાં કટીંગ કરી રહ્યાં હતા. તેજ સમયે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. આ રેઇડમાં એસ.એમ.સી.એ વીશાલ રાજુભાઇ માળી (રહે. માળી મહોલ્લો, સાવલી ) અને વિઠ્ઠલભાઇ રાવજીભાઇ માળી (રહે. માળી મહોલ્લો, સાવલી)ને દબોચી લીધા હતા .ઝડપાયેલા બન્ને ઇસમોની પ્રાથમિક પુછતાછમાં દારૂનો જથ્થો ધવલ ઉર્ફે મુન્નો સુભાષભાઇ જયસ્વાલ અને તેનો ભાઇ સાગર સુભાષભાઇ જયસ્વાલે મંગાવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. તદ્ઉપરાંત અન્ય 17 લોકોના નામ ખુલ્યા હતા.દારૂના ગુનામાં સંડોવાયેલા તમામ સામે પ્રોહિબીશનન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેઇડ દરમિયાન પોલીસે 80 ભૂસાની બેગ,9895 દારૂની બોટલ તથા બિયરના ટીનનો રૂ. 39,03,337 જથ્થો, 43,80,000ની કિંમતના કૂલ 12 વાહનો અને 2 મોબાઇલ મળી રૂ. 82,97,337નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ.
(1) ધવલ ઉર્ફે મુન્ના સુભાષભાઇ જયસ્વાલ
(2) સાગર સુભાષભાઇ જયસ્વાલ
(3) કમલેશ રમણભાઇ માળી
(4) ભાવેશ નટુભાઇ માળી
(5) રાહુલ નટુભાઇ માળી
(6) નિલેશ વિઠ્ઠલભાઇ માળી
(7) કિશન વિજયભાઇ માળી
લાખો રૂપિયા ના લકઝરી વાહનો જપ્ત
(1) બ્લેક હેરીયર કાર(2) બ્રીઝા કાર
(3) બ્લેક બર્ગમેન (મોપેડ)(4) હોન્ડા એવિયેટર (મોપેડ) (5) સફેદ બર્ગમન (મોપેડ) (6) એક્ટિવા (7) એક્સિસ (8) બ્લેક એક્ટિવા (9) અશોક ટેમ્પો (10) સફેદ સ્વિફ્ટ (11) આઇસર ટેમ્પો (12) મહિન્દ્રા એસ.યુ.વી