સમાજમાં જો કોઈ વ્યક્તિનો આદર કરવા લાયક છે તો તેમાં શિક્ષક પટેલો હોવો જોઈએ. શિક્ષક એ વ્યક્તિના પડતરના પાયાથી શીખવે છે. જે વ્યક્તિ જીવનભર જે ન શીખી શકે તે એક સારા શિક્ષક પાસેથી આસાનીથી શીખી લેતો હોય છે. સમાજમાં હાલ શિક્ષકોની પરિસ્થિતિ કપટી છે. તેને સન્માન તો દૂર પણ તેને વધારાના કામો કે બદનામ કરવામાં આવે છે. હાલ ટેકનોલોજીના જમાનામાં આવનારી પેઢીને જો સાચવવી હોય, જો તેને જીવનજીવવા લાયક બનાવવું હોય તો શિક્ષકોનો સન્માન કરવું શિખવાડવું પડશે જ.
સુરત – રસિક એલ. કોશિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પ્લેન અકસ્માત કોમન
પ્લેન ક્રેશ હવાઈ દર્ઘટના જાણે સામાન્ય થઈ ગઈ છે અને તંત્ર જાણે હાથ જોડીને બેઠું છે. જો કે તપાસ સમિતિ બેસાડશે અને એને યોગ્ય કારણ આવશે જ નહીં. લોકોના જીવ અધ્ધર થતા જાય છે. પ્લેનમાં મુસાફરી કરવા માટે ખામી અને તેની યોગ્ય ટેકનીક્સ તપાસ થયા વગર વિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ બેફિકર અને ચિંતા વગર મુસાફરી કરાવે છે. આટલાં વર્ષોમાં મહાન વૈજ્ઞાનિક ગુજરાતના પનોતા પુત્ર ડો-હોમી ભાભા, વિજ્ય રૂપાણીજી, સંજ્ય ગાંધી. જીએમસી અધ્યક્ષ બાલ યોગીજી વિમાન સેવા હેલીકોપ્ટર સેવા જોખમી થતી જાય છે. વૈષ્ણોદેવીમાં તો જાણે હેલીકોપ્ટર સેવા બસ મુસાફરીની જેમ પેસેન્જરોને બેસાડીને પૈસા કમાવાનો એક સ્રોત બની ગયો છે. દેશના નામચીન વ્યક્તિઓ હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આમાં કેટલાક સવાલો ઊભા થાય છે પણ સમય જતાં બધું વિસરાઈ જશે. આ હવાઈ મુસાફરીને સુરક્ષા કવચ અને ટેકનિકલ ખામીઓ માટે સમિતિ બનાવી એનું સચોટ
નિરાકરણ લાવો.
સુરત – તુષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે