Vadodara

સામાન્ય સભામાં વોર્ડ 18નાં કાઉન્સિલર કલ્પેશ પટેલને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા



પ્રતિનિધિ વડોદરા તા. 22
વડોદરાના વોર્ડ નંબર 18 કાઉન્સિલર કલ્પેશ પટેલ (જય રણછોડ) ને કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન છાતીમાં દુખાવો થતા તેમને સારવાર માટે તાત્કાલિક ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવો થયાની શાસક પક્ષ નેતા મનોજ પટેલને જાણ થતા જ તેમના દ્વારા કાઉન્સિલર કલ્પેશ પટેલ ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની માહિતી મળતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચી ગયા હતા. વડોદરાના મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી સહિત સાથી કાઉન્સિલરો ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

શાસક પક્ષ નેતા મનોજ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 18 નાં કાઉન્સિલર કલ્પેશ પટેલ ને ફેફસામાં ઇન્ફેક્શન છે. જે કારણે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને તેની દવાઓ પણ ચાલુ છે. હાલ કાઉન્સિલર કલ્પેશ પટેલ ની તબિયત સારી છે પણ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top